Home Desh Global Tensions:અમેરિકાની કાર્યવાહીથી રશિયા ભડક્યું, સમુદ્રમાં ટેન્કર જપ્ત થતાં વૈશ્વિક તણાવ

Global Tensions:અમેરિકાની કાર્યવાહીથી રશિયા ભડક્યું, સમુદ્રમાં ટેન્કર જપ્ત થતાં વૈશ્વિક તણાવ

0
345
Global Tensions
Global Tensions

Global Tensions:બોલિવૂડની ફિલ્મોમાં કટોકટીની પરિસ્થિતિ માટે બોલાતો સંવાદ — આખિર વહી હુઆ જિસ કા ડર થા” — હાલ વૈશ્વિક રાજકારણ પર સચોટ રીતે લાગુ પડે છે. અમેરિકા દ્વારા વેનેઝુએલાથી રશિયા જઈ રહેલા રશિયન ઓઇલ ટેન્કરને જપ્ત કરાતા અમેરિકા અને રશિયા આમને-સામને આવી ગયા છે, જેના કારણે વૈશ્વિક તંગદિલી જોખમી સ્તરે પહોંચી ગઈ છે.

યુક્રેન-રશિયા યુદ્ધ પહેલેથી જ ચાલુ છે ત્યારે આ ઘટનાએ નવી વૈશ્વિક ચિનગારી ભભૂકવાની આશંકા ઊભી કરી છે. નિષ્ણાતો માને છે કે આ પગલું યુક્રેન યુદ્ધને લઈ અમેરિકા અને રશિયા વચ્ચેના તણાવને વધુ ખતરનાક દિશામાં લઈ જઈ શકે છે.

Global Tensions

Global Tensions:અઠવાડિયાઓ સુધી ચાલેલી સમુદ્રી ઘેરાબંધી

ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં અઠવાડિયાઓ સુધી ચાલેલા તણાવપૂર્ણ ડ્રામા બાદ અમેરિકન નેવી અને કોસ્ટ ગાર્ડે રશિયન ઝંડાવાળું ઓઇલ ટેન્કર મરીનેરા’ સફળતાપૂર્વક જપ્ત કર્યું છે. આ ઉપરાંત એક બીજું રશિયન ટેન્કર પણ અમેરિકાએ પોતાના કબજામાં લીધું હોવાનું જાણવા મળ્યું છે.

વિશેષ વાત એ છે કે આ સમગ્ર ઓપરેશન દરમિયાન રશિયન યુદ્ધજહાજો અને સબમરીનની હાજરી હોવા છતાં અમેરિકાએ કોઈ સંકોચ વિના કાર્યવાહી કરી, જેનાથી વૈશ્વિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે

Global Tensions

Global Tensions:પ્રતિબંધોના ભંગનો આરોપ

અમેરિકાના યુરોપિયન કમાન્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે વેનેઝુએલાના ઓઇલ વેપાર સાથે જોડાયેલા આ રશિયન ટેન્કર સામે ફેડરલ કોર્ટના વોરંટના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકા મુજબ ટેન્કર દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો ભંગ કરવામાં આવ્યો હતો.

અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે આ ઓપરેશન રાતોરાત શક્ય બન્યું નથી. ટેન્કરને અઠવાડિયાઓ સુધી સેટેલાઇટ અને એર સર્વેલન્સ મારફતે ટ્રેક કરવામાં આવ્યું હતું.

Global Tensions:ઓળખ છુપાવવાનો પ્રયાસ

જપ્ત કરાયેલા ટેન્કરે અમેરિકન કોસ્ટ ગાર્ડના વારંવારના આદેશોને અવગણ્યા હતા. તપાસ માટે જહાજ પર ચઢવાની વિનંતી પણ ટેન્કરે સ્વીકારી ન હતી. પકડાઈ જવાની ભીતિએ જહાજે સમુદ્રમાં પોતાની ઓળખ છુપાવવા માટે ઝંડો અને રજિસ્ટ્રેશન પણ બદલી નાખ્યા હતા.

આ દરમિયાન આંતરરાષ્ટ્રીય જાસૂસી અહેવાલોમાં ખુલાસો થયો કે ટેન્કરના માર્ગની આસપાસ રશિયન લશ્કરી હલચલ વધી રહી છે, જેના કારણે સમગ્ર ઓપરેશન વધુ સંવેદનશીલ બની ગયું હતું.

બ્રિટનની મહત્ત્વની ભૂમિકા

આ પડકારજનક ઓપરેશનમાં બ્રિટનનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. બ્રિટને લોન્ચપેડ તરીકે કામગીરી બજાવી અને પોતાની જમીન તથા એરપોર્ટનો ઉપયોગ કરવા મંજૂરી આપી હતી.

જ્યારે ટેન્કર આઇસલેન્ડ અને બ્રિટન વચ્ચેના માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે રોયલ બ્રિટિશ એરફોર્સના વિમાનો તેની સતત નજર રાખી રહ્યા હતા અને અમેરિકન લશ્કરને ચોક્કસ માહિતી પહોંચાડી રહ્યા હતા.

રશિયા વીફર્યુ: “સમુદ્રમાં ખુલ્લી લૂંટ”

Global Tensions

અમેરિકાની આ કાર્યવાહી પર રશિયાએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. રશિયન વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો કે અમેરિકા સમુદ્રમાં ખુલ્લી લૂંટ ચલાવી રહ્યું છે.

રશિયાએ સવાલ કર્યો કે અમેરિકાના તટથી ચાર હજાર કિ.મી. દૂર અમેરિકન કાયદો કેવી રીતે લાગુ પડી શકે? 1982ના સંયુક્ત રાષ્ટ્રના સમુદ્ર કાનૂન હેઠળ કોઈ દેશને બીજા દેશના રજિસ્ટર્ડ જહાજ સામે બળપ્રયોગ કરવાનો અધિકાર નથી, તેમ રશિયાએ જણાવ્યું.

આ સાથે જ રશિયાએ જપ્ત કરાયેલા ટેન્કર પર રહેલા પોતાના નાગરિકો સાથે સન્માનજનક વર્તણૂક કરવાની ખાતરી પણ માગી છે.

વૈશ્વિક રાજકારણમાં નવી ચિંતા

વિશ્લેષકો માને છે કે આ ઘટના બાદ અમેરિકા-રશિયા સંબંધો વધુ તણાવપૂર્ણ બની શકે છે. જો રશિયા પ્રતિશોધાત્મક પગલાં ભરે તો વૈશ્વિક તંગદિલી નવા જ સ્તરે પહોંચે તેવું નકારવામાં આવી શકતું નથી.

આ પણ વાંચો :Russia Steps In After US Strike on Venezuela:વેનેઝુએલામાં અમેરિકાના હુમલા બાદ રશિયા મેદાનમાં મિત્ર દેશના સમર્થનમાં તાત્કાલિક ઘાતક સબમરીન તૈનાત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે