Anand: આણંદ જિલ્લાને રૂપિયા ૧૦૬.૨૧ કરોડના વિકાસના કામોની ભેટ

0
177
Anand: આણંદ જિલ્લાને રૂપિયા ૧૦૬.૨૧ કરોડના વિકાસના કામોની ભેટ
Anand: આણંદ જિલ્લાને રૂપિયા ૧૦૬.૨૧ કરોડના વિકાસના કામોની ભેટ

Anand / ધવલ ભટ્ટ: આણંદ જિલ્લામાં સરકારના વિવિધ વિભાગોના કુલ ₹106 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે કહ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની સાથોસાથ વિરાસતની જાળવણીનો કાર્યમંત્ર આપ્યો છે.

વિકાસના કામોને છેવાડાના ગામો અને નાગરિકો સુધી પહોંચાડીને સુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ તેમણે આપ્યું છે. આ દિશામાં આગળ વધીને અમૃતકાળમાં વિકસિત ગુજરાત – વિકસિત ભારતનું નિર્માણ કરવાનું આહવાન આ પ્રસંગે સૌને કર્યું. આ અવસરે, પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગજનોને સ્માર્ટ વિઝન ગ્લાસનું વિતરણ કર્યું.

Anand: કરોડના વિકાસના કામોની ભેટ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ આણંદ જિલ્લાના કહાનવાડી સ્થિત રવિભાણ સાહેબ ગુરુગાદી ખાતે આયોજિત નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બની આણંદ જિલ્લાના વિકાસને વેગ આપતા રૂપિયા ૧૦૬.૨૧ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત – લોકાર્પણ કર્યું હતું.  

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિરાસતની સાથે વિકાસનો કાર્યમંત્ર આપીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જન જન સુધી વિકાસના કાર્યો પહોંચાડયા છે. તેમના કાર્ય દ્વારા વિકાસના કાર્યો છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે દેશ – દુનિયાને બતાવ્યું છે. ગુજરાતમાં આરંભાયેલા વિકાસના યજ્ઞનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસની હેલી ચાલી રહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો