GIFT CITY : સરકારે જેને ‘સપનાના શહેર’ ની ઉપમા આપી દીધી હતી છે તેવી ગિફ્ટ સિટીના વિસ્તરણથી હવે ગુજરાત સરકારે હાથ ખંખેરી લીધા છે. 2024ના બજેટમાં સરકારે મસમોટી જાહેરાતો કરી હતી, પરંતુ હવે સરકારની જુવાળ ઉતરી જતાં તેમણે વિસ્તરણની યોજના પડતી મૂકી છે. હવે ગિફ્ટ સિટીની 996 હેકટર જમીનને ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ વિકાસ કરશે.
GIFT CITY : એક અહેવાલ મુજબ ગુજરાત સરકારે બે મોટા પરિપત્રો જાહેર કરીને 369 હેકર વિસ્તારમાં વિકસિત થયેલી ગિફ્ટ સિટીના વિસ્તરણ માટે આજુબાજુના પાંચ ગામોના 996 હેક્ટર વિસ્તારના વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જો કે આ સમયે સરકારની સામે ઘણા પ્રશ્નો ઉદભવ્યા હતા. એક તો વિસ્તરણ માટે જે જમીન પસંદ કરવામાં આવી હતી તે ખાનગી હોવાથી તેના સંપાદન તેમજ કપાતનો પ્રશ્ન ઉદભવ્યો હતો. તો વળી અન્ય કારણ એ પણ કહેવામાં આવી રહ્યું છે કે મોટા રસ્તા અને જંકશનોના આયોજનો માટે તેનો વિકાસ ગિફ્ટ સિટી હેઠળ ખાસ શહેર તરીકે વિકાસ કરવો એ યોગ્ય નથી લાગ્યું.
GIFT CITY : રોકાણકારોને મોટો ઝટકો
ગાંધીનગર પાસે આકાર પામી રહેલ ગિફટ સિટીના વિસ્તરણનો પ્લાન સરકારે આખરે પડતો મૂક્યો છે. નવેમ્બર 2022 અને 2023 ના બે જાહેરનામું કરીને સરકારે ગિફ્ટ સિટીની આસપાસના 996 હેક્ટરના વિસ્તારમાં વિકાસની મંજુરી આપી હતી. જો કે હવે ગત 11 જુનના રોજ આ બંને જાહેરનામું રદ કરવાનો નિર્ણય લીધો છે. જેના થી હવે આ 996 હેક્ટર જમીન આસપાસના સામાન્ય શહેરી વિસ્તારની જેમ વિકાસ થશે. આ જમીનમાં મોટાભાગની ખાનગી જમીન હોવાનું સામે આવ્યું છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગના આ નિર્ણયથી ગીફટને કારણે રાતો રાત ભાવ આસમાને પહોંચ્યા હતા, પરંતું હવે અહીં જમીનના ભાવમાં કડાકો બોલાશે. હવે આ વિસ્તારમાં ગુડા સામાન્ય વિસ્તારની જેમ વિકાસ કામો હાથ ધરશે. હવે પછી આ વિસ્તાર ગિફ્ટ સિટીનો ભાગ નહીં ગણાય.
GIFT CITY : 50 ટકા જેટલી જમીનો પર કોઈ વિકાસ થયો નથી
રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ઊંચી ઇમારતો માટે ચોક્કસ પહોળાઇના રસ્તા હોવા અને અમુક સ્થળોએ ખુલ્લી જમીનો પર કેટલાક જાહેર પ્રોજેક્ટ્સ બનાવવા, ટાઉનશિપને અનુસારની સુવિધાઓ માટે 40 ટકાથી વધુ જમીનોમાં કપાત માગી હતી. તેની સામે આ રાજકારણીઓએ કપાત ઓછી કરવા સાથે મકાનોની માન્ય ઊંચાઈ વધુ આપવા હઠાગ્રહ રાખ્યો, જેથી તેઓ ઓછી જમીન પર વધુ સંખ્યામાં રહેણાકના મકાનો બનાવી મોટો ફાયદો લઈ શકે. આવી મનોવૃત્તિને પારખીને સરકારે અહીં ગિફ્ટ સિટીનું વિસ્તરણ કરવાનું માંડી વાળ્યું છે. આ કિસ્સામાં હવે ગિફ્ટ સિટી અગાઉથી નિયત કરાયેલા 359 હેક્ટર વિસ્તારમાં જ વિકસાવવામાં આવશે.
GIFT CITY : જમીનોના ભાવમાં મોટો કડાકો
ગુજરાત સરકારે લીધેલા આ નિર્ણય બાદ નવા સમાવાયેલા ગિફ્ટ સિટી વિસ્તારની જમીનોના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે, અહીં સ્ક્વેર ફૂટ લેખે જમીનોનો ભાવ પચાસ હજારની આસપાસ ચાલતો હતો, એ સીધો નીચે પટકાઇને અડધો થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
GIFT CITY : નવાં રોકાણો આવતાં અટકી જાય એવો ડર પણ
રાજકારણીઓ અને અધિકારીઓએ જમીનોની ધૂમ ખરીદી કરી ત્યાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ બનાવવાની તૈયારીઓ કરી દીધી હતી. જોકે સરકારે નોંધ્યું કે વિસ્તરણને કારણે ગિફ્ટ સિટીનું રૂપાંતરણ માત્ર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ તરીકે થઇ જશે. સરકારે આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને ટેક્નોલોજી સિટી તરીકે વિકસાવવા શરૂ કરેલા આ પ્રોજેક્ટની છબિ આ કારણોસર વૈશ્વિક સ્તરે ખરડાય તેવી ચિંતા પેઠી હતી. આ સ્થિતિમાં ફાઇનાન્સ અને ટેક્નોલોજીક્ષેત્રમાં નવાં રોકાણો આવતાં અટકી જાય એવો ડર પણ છે.
શહેરી વિકાસ વિભાગમાં ખાસ ફરજ પરના અધિકારી, જોઈન્ટ સેક્રેટરી પ્રકાશ દત્તાની સહીથી મંગળવારે પ્રસિધ્ધ થયેલા નોટિફિકેશનમાં ગિફ્ટ સિટી વિસ્તરણ માટે ભૂતકાળમાં પ્રસિધ્ધ બંને નોટિફિકેશન પરત ખેંચવાનું માત્ર એક જ સત્તાવાર કારણ અપાયુ છે કે આ રીતે વિકાસ કરવો એ તર્કસંગત વિકાસના હિતમાં નથી ! ઉલ્લેખનિય છે કે, આ નિર્ણયથી ગિફ્ટ સિટી 1,392 હેક્ટરમાં વિસ્તરશે નહી. એથી વધારાના 996 હેક્ટર વિસ્તારમાં ગુડા મારફતે જ વિકાસ આયોજન- DP તૈયાર કરવામા આવશે. આ સંદર્ભમાં એવી પણ હવે ચર્ચા થઈ રહી છે કે, જ્યારે ગિફ્ટી સિટીનું વિસ્તરણ કરવાની જાહેરાત થઈ ત્યારે જમીનોના ભાવ ઊંચા જશે તે આશાએ ઘણાએ જમીનો ખરીદી હતી તેનું હવે શું થશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો