ગેહલોત–પાયલોટ ફરી એક થયા

0
260

રાજસ્થાનમાં ચૂંટણી પહેલા અશોક ગેહલોત અને સચિન પાયલોટ ફરી એક થયા છે. હાઈકમાન્ડે અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત લાવવા કવાય તેજ કરી હતી. જે અંતર્ગત કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે અને રાહુલ ગાંધી અશોક ગેહલોત અને સચિન પાયલોટ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક અંગે કોંગ્રેસે એક ટ્વિટ પણ કર્યું હતું.જેમાં કોંગ્રેસે કહ્યું  કે અશોક ગેહલોત અને સચિન પાયલોટ એક સાથે ચૂંટણી લડશે અને રાજસ્થાનની ચૂંટણી જીતશે .બેઠક અંગે માહિતી આપતા કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે બંન્ને નેતાઓએ સર્વ સંમતિથી કહ્યું છે કે બન્ને સાથે મળીને ચૂંટણી લડશે