કૃષિ મંત્રીને ભાવ નિયંત્રણ કાયદો લાગુ કરવા રજૂઆત

0
48

ભાવ બમણા કરવા અને ભાવ નિયંત્રણ કાયદો લાગુ કરવા રજૂઆત

વર્ષ 2023 -24ના રવિ સીઝન પાકોના ભાવ અને વધતી જતી મોંઘવારી અને ફુગાવ સામે ગયા વર્ષ કરતા આ વર્ષે ભાવ બમણા કરવા અને ભાવ નિયંત્રણ કાયદો લાગુ કરવા મુદ્દે નાગરિક સંશોધન અને સંઘર્ષ કેન્દ્ર દ્વારા કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. અહી ઉલ્લેખનીય છેકે સતત કમોસમી માવઠા રાજ્યમાં થઇ રહ્યા છે અને ગુજરાતનો ખેડૂત ભારે નુકશાન સહન કરીને પાયમાલ થઇ રહ્યો છે. ત્યારે સરકાર સમક્ષ આ રજૂઆત કરવામાં આવી છે.ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ જણાવ્યું કે તારીખ ૩૦/૫/૨૦૨૩ ના રોજ કૃષિમંત્રીની અધ્યક્ષતામાં વર્ષ ૨૦૨૩/૨૪ ના રવિ સિઝનમાં ખેડૂતોને ટેકાના ભાવ નક્કી કરવા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે . પત્રમાં કહેવામાં આવ્યું છેકે હાલની પરિસ્થિતિમાં ખેડૂતોની ખેતી હેક્ટર ખર્ચે ૭૫ હજાર રૂપિયા થાય છે એની સામે ઉત્પાદન ઓછું થાય, ભાવ પણ મળે નહીં. કુદરતી આપત્તિમાં સમયસર અને પૂરું વળતર અપાવવા આયોજન કરવામાં આવે છે પરંતુ તે ઓછું અને અપૂરતું હોય છે. ઘણા ખેડૂતોને વળતર મળતું પણ નથી જેથી ખેડૂતોને દેવાનો ભાર સહન કરવા મજબૂર બને છે, જ્યારે બીજી તરફ કાયમી સરકારી નોકરીઓ માટે પગાર વધતા અને તે પણ પાછલી અસરથી આપવામાં આવે છે જેની બોજ હજારો કરોડ રૂપિયા દેશની તિજોરીમાં થાય છે.

ખેડૂતોએ મુદ્દા અનુસાર કૃષિ મંત્રીને રજૂઆત કરી છે તે જોઈએ તો

જ્યારે આ દેશના ખેડૂતો અને એના પરિવાર રાત દિવસ અવિરત મહેનતથી ખેત ઉત્પાદન કરે છે પણ એને મોંઘવારી, ફુગાવા, મજદુરી ખર્ચ, ડીઝલ ખર્ચ, જંતુનાશક દવા, બિયારણ, રાસાયણિક ખાતર ખર્ચનો હિસાબ સરકાર દ્વારા કરવામાં આવે તો ગયા વર્ષે જે ભાવ જાહેર કરવામાં આવ્યા હતા તેથી બમણા કરવા જેવી જરૂરિયાત જણાય છે. ખાસ કરીને દેશની જનતાને પણ મોંધવારીનો માર સહન ન કરવો પડે એટલે ભાવ નિયંત્રણ કાયદો બનાવી અમલવારી કરવામાં આવે હાલ વેપારીઓ ઘઉં ૪૫૦ થી ૬૦૦ માં ખરીદી કરે બજારમાં ૮૦૦ થી ૧૦૦૦ માં વેચાણ કરે છે, તે જ રીતે અન્ય ઉત્પાદનો ખરીદી ઓછા ભાવે કરે બજારમાં મોંઘા ભાવે વેચાય છે તેથી મોંધવારો કૂદકે ને ભૂસકે વધી છે. બીજ્જા મુદ્દામાં ખેડૂતોએ સમજવાનો પ્રયત્ન કર્યો છે કે

WhatsApp Image 2023 05 30 at 11.29.55

હાલ વેપારીઓ નૈતિક મૂલ્યોનું પાલન ન કરતા વધુને વધુ નફો રળવા ખરીદી કરતાં ચાર ગણા વધુ ભાવ લે છે. તો આપ સાહેબ આ મિટિંગમાં નૈતિક મૂલ્યો જવાબદારી પ્રમાણિક્તાને પારદર્શક તરીકે ખેડૂતોને પુરા ભાવ મળે ખેતી ખર્ચ ઘટાડવા સરકારી ખર્ચે સિંચાઈ સુવિધા, ખેતી ખર્ચ અને કુદરતી આપત્તિમાં સમયસર અને પૂરું વળતર તથા દેશમાં મોંધવારી અને નાવો ન વધે એવી વ્યવસ્થા કરવામાં આવે એ ભલામણ કરવા વિનંતી સ્વામિનાથ કમિશનની ભલામણ, વડાપયાન નરેન્દ્ર મોદીનું સ્વા ખેડૂતોની આવક બમણી થાય એ રીતે ખેડૂતોને ખેત ઉત્પાદનના પુરા ભાવ મળે તેવી વ્યવસ્થા કરાવવા માગળ વધવું જોઈએ.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.