ઓડિસા ટ્રેન દુર્ઘટના ને લઇને ગૌતમ અદાણી ની જાહેરાત

0
166

ઓડિસા ટ્રેન દુર્ઘટના ને લઇને ગૌતમ અદાણી એ શોક વ્યક્ત કર્યો છે. ઓડિસા ટ્રેન દુર્ઘટના ને લઇને સમગ્ર દેશમાં શોકનો માહોલ છે,ત્યારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કહ્યુ છે કે ઓડિસાના રેલ્વે દુર્ઘટનાથી તમામ દુખી છીએ,, અદાણી સમુહે નક્કી કર્યુ છે કે આ દુર્ઘટનામાં જે બાળકોએ પોતાના વાલીઓને ગુમાવ્યા છે,,તેવા બાળકોની સ્કૂલી શિક્ષાની તમામ જવાબદારી અદાણી સમુહ ઉપાડશે, આ ઘટનામાં પિડિતોના પરિવાર જનો અને તેમના બાળકોના સારા ભવિષ્ય માટે આપણે બધાએ જવાબદારી ઉપાડવી પડશે,  તમને જણાવી દઇએ  કે ગૌતમ અદાણીએ ટ્વીટ કરીને આ નિવેદન જારી કર્યુ છે, આ ઘટનામાં 270થી વધુ લોકો મોતને ભેટ્યા છે,,આમાં જવાબદારી કોની છે તેના માટે તપાસ  ચાલી રહી છે, વિપક્ષના નેતાઓ આને પીએમ મોદી સરકારની મોટી નિષ્ફળતા માની રહ્યા છે,,રેલ્વે મંત્રીનો રાજીનામું મંગાઇ રહ્યો છે, પણ સરકારના પેટનો પાણી હલતું  નથી, ત્યારે ગૌતમ  અદાણીની આ જાહેરાતથી કેટલા લોકો કે બાળકોને ફાયદો થાય છે તે જોવું રહ્યુ છે,

ગૌતમ અદાણીએ કરી જાહેરાત

ઓડિસા ટ્રેન દુર્ઘટના અંગે કરી જાહેરાત

વાલીઓ ગુમાવનાર બાળકોની શિક્ષણની લેશે જવાબદારી