Ganga Swaroopa Arthik Sahay Yojana: ગુજરાત સરકારની ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ લાભ મેળવતી મહિલાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે સહાયની રકમ મેળવવા માટે બેંકોના ધક્કા ખાવા કે લાંબી કતારોમાં ઉભા રહેવાની જરૂર રહેશે નહીં. નવી વ્યવસ્થા મુજબ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ના માધ્યમથી સહાયની રકમ સીધી ખાતામાં જમા થશે અને પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા જ રોકડ ઉપાડી શકાશે.
Ganga Swaroopa Arthik Sahay Yojana: શું છે આ નવી વ્યવસ્થા?
અત્યાર સુધી આ સહાય મની ઓર્ડર કે અન્ય બેંક ખાતાઓ દ્વારા મળતી હતી, પરંતુ હવે તેને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવામાં આવી છે.
- ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT): આધાર કાર્ડ લિંક હોવાથી સહાયના નાણાં સીધા IPPB ખાતામાં જમા થશે.
- માઈક્રો એટીએમ સુવિધા: પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક તમારા ઘરે આવીને બાયોમેટ્રિક (અંગૂઠાનું નિશાન) લઈ રોકડ રકમ ચૂકવશે.
- ઝીરો બેલેન્સ ખાતું: આ નવું ખાતું કોઈપણ પ્રકારના ચાર્જ વગર શૂન્ય બેલેન્સથી ખોલી શકાશે.
Ganga Swaroopa Arthik Sahay Yojana: ઉત્તર ગુજરાતમાં વિશેષ અભિયાન: 14 થી 20 ફેબ્રુઆરી
પોસ્ટ માસ્ટર જનરલના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના સાત જિલ્લાઓ (અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા) માં 14 થી 20 ફેબ્રુઆરી, 2026 દરમિયાન વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ સમયગાળામાં 1.47 લાખથી વધુ લાભાર્થીઓના નવા IPPB ખાતા ખોલવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
ખાતું ખોલાવવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે?
જો તમે આ સેવાનો લાભ લેવા માંગતા હોવ, તો નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા:
- આધાર કાર્ડ
- આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર
- જૂના બચત ખાતાની પાસબુક (અનિવાર્ય)
નોંધ: જે લાભાર્થીઓ પાસે પહેલેથી જ IPPB ખાતું છે, તેમણે માત્ર આધાર સીડિંગ (આધાર કાર્ડ લિંક) કરાવવાનું રહેશે.
મુશ્કેલી પડે તો અહીં સંપર્ક કરો
જો કોઈ પણ બહેનને ખાતું ખોલાવવામાં કે પૈસા મેળવવામાં તકલીફ પડે, તો તેઓ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે અથવા નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકે છે:
- 9218302143
- 9978675753
- 9218302132
આ નવી સિસ્ટમથી ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક વ્યવહારોમાં વધુ પારદર્શિતા, સુરક્ષા અને સુવિધા પ્રાપ્ત થશે.
આ પણ વાંચો :અમદાવાદ-વડોદરાની 8 શાળાઓને બોમ્બની ધમકી: મોદી-શાહ ટાર્ગેટ પર, મેઈલમાં ‘ખાલિસ્તાન’નો ઉલ્લેખ થતા ખળભળાટ




