HomeGujaratગાંધીનગરઃભાજપના કાર્યકરોને સીપીઆરની તાલીમ

ગાંધીનગરઃભાજપના કાર્યકરોને સીપીઆરની તાલીમ

સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેર બાદ હાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલ દ્વારા રાજ્યની 38 કોલેજોની અંદર પ્રાથમિક તબીબી સારવાર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.. જે અંતર્ગત ભાજપના કાર્યકરોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.. ઉલ્લેખની  છે કે હાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કોઈપણ વ્યક્તિને જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે અને બહુમૂલ્ય જિંદગી બચાવી શકાય તે માટે ભાજપ ના ડોક્ટર સેલ દ્વારા આ તાલીમ શરૂ કરવામાં આવી છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં  કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો અને તમામ નાગરિકો આ તાલીમ ફરજિયાત લે તેવી અપીલ કરી હતી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments