ગુજરાતમાં જી-20 ના મૈત્રી દેશો સાથે મહાત્મા મંદિરમાં મંથન

0
132

કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપુરાએ આ બેઠકનો પ્રારંભ કરાવ્યો

ગુજરાતમાં જી-20 ના મૈત્રી દેશો સાથે મહાત્મા મંદિર ખાતે વિવિધ વિષયો ઉપર હાલ મંથન ચાલી રહ્યું છે આ તબક્કે આજે બીજી બેઠકમાં ગ્રીન એનર્જી ક્લીન એનર્જી વિષય ઉપર મંથન શરૂ કરવામાં આવી છે જે આગામી 4 એપ્રિલ સુધી ચાલશે એટલે કે ત્રણ દિવસ ચાલનારા આ સમીક્ષા બેઠકમાં એનર્જી વિષય અંતર્ગત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે . આ પ્રસંગે ભારત સરકારના આયુષ તેમજ મહિલા બાળ વિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપુરાએ આ બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો ઉલ્લેખની એ છે કે આ બેઠક અંતર્ગતના તમામ વિદેશી મહેમાનોને મહેસાણા મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત કરવામાં આવશે સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આયોજિત ડિનર કાર્યક્રમ પણ મહાત્મા મંદિર ખાતે યોજાશે જેમાં ગુજરાતી વાનગીઓ સાથે સાથે મોઢેરા સૂર્ય મંદિરની પ્રાચીન સૂર્ય ઉર્જા અંગે વિદેશી મહેમાનો ને માહિતગાર કરવામાં આવશે.