G7 Italy  : ઈટાલીમાં G7 શિખર સંમેલનમાં PM મોદીએ કરી વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત  

0
132
G7 Italy
G7 Italy

G7 Italy  : ઈટાલીમાં G7 શિખર સંમેલનનું આયોજન થયું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થયા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી અને વર્લ્ડ લીડર્સની સાથે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકો કરી.

G7 Italy

G7 Italy  :  વડાપ્રધાન મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંની મુલાકાત પર વિદેશ મંત્રાલયે કહ્યું કે, સ્થિર અને સમૃદ્ધ વૈશ્વિક વ્યવસ્થા માટે ભારત અને ફ્રાંસ વચ્ચે મજબૂત અને વિશ્વસપાત્ર રણનીતિક ભાગીદારી મહત્વપૂર્ણ છે. વાતચીત દરમિયાન બંને નેતાઓએ મેક ઈન ઈન્ડિયા પર વધુ ધ્યાન આપવાની સાથે જ રણનીતિક રક્ષા સહયોગને વધારવા પર સહમતિ વ્યક્ત કરી.

G7 Italy

G7 Italy  :  ઈટાલીમાં વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પણ મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ભારત અને યુક્રેનની સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર વાત થઈ.

G7 Italy

G7 Italy  :  આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી, બંને નેતાઓ વચ્ચે મુલાકાત દરમિયાન રક્ષા ક્ષેત્રમાં ઔદ્યોગિક સહયોગ વધારવા, વેપાર અને વાણીજ્યને પ્રોત્સાહન આપવા અંગે વાત થઈ.

G7 Italy

G7 Italy  :  વડાપ્રધાને શુક્રવારે ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાને હાથ જોડીને શુભેચ્છા પાઠવી હતી

G7 Italy  :   G7 સંસ્થા શું છે?

G7 Italy  :  1975માં બનેલી આ સંસ્થા વિશ્વના સૌથી ધનિક દેશોનો સમૂહ છે. જેમાં અમેરિકા, જાપાન, જર્મની, બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી અને કેનેડાનો સમાવેશ થાય છે. આ દેશો દર વર્ષે સમિટમાં વિશ્વના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરે છે. છેલ્લી વખત જાપાનમાં G7 સમિટ યોજાઈ હતી.

G7 Italy

જેમાં ચીનના દેવાની જાળ અને ઈન્ડો-પેસિફિકમાં વધતા વર્ચસ્વ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભારત અત્યાર સુધી આ સમિટમાં 11 વખત ભાગ લઈ ચૂક્યું છે. સૌ પ્રથમ, 2003 માં, વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને આ સમિટ માટે ફ્રાન્સ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2019થી સતત આ સમિટની બેઠકોમાં હાજરી આપી રહ્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો