તમિલનાડુના તિરુપુરમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા

0
164
તમિલનાડુના તિરુપુરમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા
તમિલનાડુના તિરુપુરમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા

તમિલનાડુના તિરુપુરની ઘટના

એક જ પરિવારના ચાર લોકોની હત્યા

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

તમિલનાડુના તિરુપુરમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘટના તિરુપુરના કલ્લાકિનારુ ગામની છે. આ હત્યાકાંડ ખેતરોમાં દારૂ પીવાની મનાઈ કરવાના વિવાદને લઈને થયો હતો. પોલીસે આ મામલે પલ્લડમ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધ્યો છે. ઘટના બાદ વિસ્તારમાં તણાવને જોતા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શું છે આ સમગ્ર મામલો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 49 વર્ષીય ખેડૂત અને તેના પરિવારના અન્ય ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવી છે. મૃતકે હત્યારાઓને તેમની જમીન પર દારૂ પીવાની મનાઈ કરી હતી, જેના કારણે વિવાદ થયો હતો અને આરોપીઓએ ચારેયની હત્યા કરી હતી. મૃતકોની ઓળખ સેંથિલ કુમાર (49), તેના પિતરાઈ ભાઈ મોહનરાજ (47), કાકી પુષ્પાવતી (65) અને રથિનામ્બલ (55) તરીકે થઈ છે. પોલીસનું કહેવું છે કે સેંથિલ કુમારની કલ્લાકિનારુ ગામમાં ચોખાની દુકાન અને થોડી જમીન હતી. રવિવારે સાંજે સેંથિલ કુમારને માહિતી મળી કે ત્રણ લોકો તેની જમીન પર બેસીને દારૂ પી રહ્યા હતા. જ્યારે સેંથિલે ખેતરમાં પહોંચીને વિરોધ કર્યો તો તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આ પછી સેંથિલના પરિવારના અન્ય સભ્યો પણ ત્યાં પહોંચી ગયા. વિવાદ વધતાં ત્રણેય આરોપીઓએ ચારેયની તિક્ષ્ણ હથિયાર વડે ઘા મારીને હત્યા કરી નાખી હતી.

ઘટના બાદ ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ પલ્લાડમ-ધારાપુરમ હાઈવે બ્લોક કરી દીધો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાનો ઈન્કાર કર્યો હતો. લોકોની માંગ છે કે હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.

વાંચો અહીં વન નેશન વન ઈલેક્શન અંધીર રંજન ચૌધરીનું નિવેદન