નો ફ્લાઈ લિસ્ટમાં નામ આવતા બોલ્યા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન

0
51

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફના મુખીયા ઇમરાન ખાનનું નામ ‘નો ફ્લાઈ’ લિસ્ટમાં આવ્યા બાદ તેઓ લાલઘૂમ થયા છે. તેમણે આ અંગે કહ્યું છે કે, “હું ઈસીએલ પર મારું નામ મૂકવા માટે સરકારનો આભાર માનવા ઈચ્છું છું, મારી વિદેશ યાત્રાની કોઈ યોજના નથી. કેમ કે ન તો મારી વિદેશમાં કોઈ સંપત્તિ છે અને ન તો કોઈ વ્યાપાર ચાલી રહ્યો છે. આ સિવાય દેશની બહાર મારું કોઈ બેંક ખાતું પણ નથી. જો મને રજાઓ વીતાવવાનો અવસર મળશે તો હું ઉત્તરી પહાડોમાં જઈશ, પૃથ્વી પર તે મારી પસંદગીની જગ્યા છે.”