મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર સાધ્યું નિશાન

0
79
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર સાધ્યું નિશાન
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર સાધ્યું નિશાન

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સાધ્યું નિશાન

ભાજપ પર કર્યા આકરા પ્રહાર

ભાજપે પાકિસ્તાની ક્રિકેટરો પર ફૂલ વરસાવ્યાઃ ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યું છે. વિપક્ષી ગઠબંધન અને વિરોધી વિચારધારાના પક્ષો સાથે જોડાણ અંગેની ટીકા અંગે તેમણે કહ્યું કે જો ભાજપ ગુજરાતમાં પાકિસ્તાની ક્રિકેટ ખેલાડીઓ પર ફૂલ વરસાવી શકે છે તો શિવસેનાના અધ્યક્ષ  તરીકે  હું શામાટે સમાજવાદી પાર્ટી સાથે વાત કેમ ન કરી શકું?

શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે સમાજવાદી જનતા પરિવાર પક્ષોની બેઠકમાં હાજરી આપી હતી. રવિવારે આયોજિત કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, સમાજવાદીઓ સાથે જૂના મતભેદો વૈચારિક હતા, જેને લોકશાહીની ખાતર ઉકેલી શકાય છે. શિવસેનાના સ્થાપક બાલ સાહેબ ઠાકરેને યાદ કરતાં ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે તેમના પિતા અને સમાજવાદી નેતા સંયુક્ત મહારાષ્ટ્રના હેતુ માટે સાથે આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, અમારો ઉદ્દેશ એક જ હોવા છતાં અમારી વચ્ચે વૈચારિક મતભેદો હતા. જ્યારે આપણે બેસીને વાત કરીએ છીએ, ત્યારે મતભેદો ઉકેલી શકાય છે. ઠાકરેએ કહ્યું કે 1966માં સ્થાપિત શિવસેના અને સમાજવાદી પક્ષો વચ્ચે મતભેદોનો લાંબો ઈતિહાસ છે. આ કાર્યક્રમમાં તેમના સંબોધન દરમિયાન ભાજપ પર નિશાન સાધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 1987માં વિધાનસભા પેટાચૂંટણી બાદ ભાજપે શિવસેના સાથે હાથ મિલાવ્યા હતા, જેણે દર્શાવ્યું હતું કે હિંદુ મતોને એક કરીને ચૂંટણી જીતી શકાય છે. તેમણે આરોપ લગાવ્યો કે બીજેપી બીજાને બરબાદ કરીને આગળ વધવા માંગે છે અને હાલમાં તે કોઈને ઈચ્છતી નથી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ