ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી બિશન સિંહ બેદીનું નિધન, 77 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

2
126
Bishan Singh Bedi
Bishan Singh Bedi

Bishan Singh Bedi passes away : વર્લ્ડ કપ 2023ની વચ્ચે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે દુ:ખના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે, ભારતના પૂર્વ સ્પિનર ​​બિશન સિંહ બેદીનું  77 વર્ષની વયે અંતિમ શ્વાસ (Rest in Peace) લીધા છે. બિશન સિંહ બેદી એ ભારત માટે 67 ટેસ્ટ મેચ રમી હતી અને કુલ 266 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. બિશન સિંહ બેદી તેમની શાનદાર સ્પિન બોલિંગ માટે જાણીતા હતા. તેણે 22 ટેસ્ટ મેચોમાં ભારત તરફથી કેપ્ટનશિપ પણ કરી હતી. બેદીજી 1966 થી 1979 સુધી ભારત તરફથી રમ્યા હતા. તેમનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ અમૃતસરમાં થયો હતો.

બિશન સિંહ બેદી છેલ્લા બે વર્ષથી બિમાર હતા, તેમજ એક મહિના પહેલા જ તેઓનું ઢીંચણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, બિશન સિંહ બેદી (Bishan Singh Bedi)એ ભારત તરફથી પોતાની પ્રથમ મેચ 31 ડીસેમ્બર 1966માં કલકત્તાના ઈડન ગાર્ડનમાં રમી હતી. વર્ષ 1975માં ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં તેઓની બેહતરીન બોલિંગનો હાથ હતો .

ઉલ્લેખનીય છે કે, બિશન સિંહ બેદી (Bishan Singh Bedi) 60 અને 70 ના દાયકાના પ્રખ્યાત ભારતીય સ્પિન ચોકડીનો એક ભાગ હતા, જેણે સમગ્ર ક્રિકેટ વિશ્વમાં તબાહી મચાવી હતી. ઈરાપલ્લી પ્રસન્ના, શ્રીનિવાસ વેંકટરાઘવન અને ભાગવત ચંદ્રશેખર સાથે બિશન સિંહ બેદીએ વિરોધી બેટ્સમેનો પર સ્પિન બોલિંગનો ડર ઉભો કર્યો હતો.

2 COMMENTS

Comments are closed.