આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુની ધરપકડ

0
141
આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુની ધરપકડ
આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુની ધરપકડ

આંધ્ર પ્રદેશના પૂર્વ CMની ધરપકડ

ચંદ્રબાબુ નાયડુની CIDએ કરી ધરપકડ

ભ્રષ્ટાચારના કેસમાં CIDએ કરી ધરપકડ

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ સીએમ સામે સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કૌભાંડનો કેસ ચાલી રહ્યો છે. નંદ્યાલ રેન્જના ડીઆઈજી રઘુરામી રેડ્ડી અને સીઆઈડીના નેતૃત્વમાં પોલીસની મોટી ટુકડી તેની ધરપકડ કરવા પહોંચી હતી. તેમના પુત્ર લોકેશને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. શહેરના આરકે ફંક્શન હોલ પાસે વહેલી સવારે 3 વાગ્યે તેની અટકાયત કરવામાં આવી હતી. રેલી બાદ તેઓ પોતાના બસ કેમ્પમાં આરામ કરી રહ્યા હતા. CID એ પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું.

સીઆઈડીએ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરી 

ચંદ્રબાબુ નાયડુનું નિવેદન

 તેલુગુ લોકોના હિતોની રક્ષા માટે બલિદાન આપવા તૈયાર : ચંદ્રબાબુ નાયડુ

સીઆઈડીએ શનિવારે સવારે આંધ્રપ્રદેશના પૂર્વ મુમંત્રી અને અગ્રખ્યણી ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડુની એપી સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કૌભાંડ કેસમાં ધરપકડ કરી હતી. તેમની ધરપકડના થોડા સમય બાદ ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે તેઓ તેલુગુ લોકોના હિતોની રક્ષા માટે પોતાનો જીવ બલિદાન આપવા તૈયાર છે અને તેમને આમ કરવાથી કોઈ રોકી શકશે નહીં.

પૂર્વ મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુની ધરપકડ

TDP સમર્થકોનો વિરોધ

મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુની ધરપકડના વિરોધમાં TDP સમર્થકોએ વિશાખાપટ્ટનમના પેડદાગદિલી BRTS રોડ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. YSRCP અને મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા. બાદમાં પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ