Flipkart Republic Day Sale 2024: લો આવી ગયો નવા વર્ષનો પ્રથમ સેલ  

0
156
Flipkart Republic Day Sale 2024
Flipkart Republic Day Sale 2024

Flipkart Republic Day Sale 2024: જાણીતી ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ તેના ગ્રાહકો માટે પ્રજાસત્તાક દિવસ (26 JANUARY)  સેલ લાવી રહ્યું છે.  જેમાં તમને ઘણા ગેજેટ્સ , સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ સેલ 14 જાન્યુઆરીથી શરૂ થશે અને 19 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. જોકે ફ્લીપકાર્ટ પોતાના પ્લસ મેમ્બર્સ માટે એક દિવસ અગાઉ સેલ ઓપન કરશે.

  •  ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલ 2024 સેલની જાહેરાત  
  •  14મી જાન્યુઆરીથી 19મી જાન્યુઆરી સુધી ચાલશે સેલ
  •  ટીવી, વોશિંગ મશીન, ફ્રિજ, ફેશન અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સ પર મળશે બમ્પર ડિસ્કાઉન્ટ
Capture 45

Flipkart Republic Day Sale 2024: એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ સાઇટ્સ તેમના ગ્રાહકો માટે સમયાંતરે મેગા સેલનું આયોજન કરતી હોય છે. તાજેતરમાં જ અમેઝોનના રિપબ્લિક ડે સેલની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે હવે  ફ્લિપકાર્ટે તેના ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલ 2024 સેલની જાહેરાત કરી છે.

આ સેલ 14 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં ટીવી, વોશિંગ મશીન અને ફ્રિજ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો સિવાય તમને ફેશન અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સ પર પણ બમ્પર ડિસ્કાઉન્ટ મળશે. આજે અમે તમને ફ્લિપકાર્ટના આ સ્પેશિયલ સેલથી સંબંધિત તમામ મહત્વની બાબતો વિશે જણાવીશું.

3

Flipkart Republic Day Sale 2024: સેલ ક્યારે શરૂ થશે

  • ફ્લિપકાર્ટે આ માટે એક અલગથી વેબસાઇટ ડિઝાઇન તૈયાર કરી છે.
  • 14મી જાન્યુઆરીથી  19મી જાન્યુઆરી સુધી સેલ લાઈવ રહેશે.
  • દર વખતની જેમ કંપની તેના પ્લસ સભ્યોને એક દિવસ અગાઉથી આ સેલની ઍક્સેસ આપશે.

Flipkart Republic Day Sale 2024 : બમ્પર ડિસ્કાઉન્ટ મળશે

Flipkart Republic Day Sale 2024માં ફ્લિપકાર્ટ મોબાઈલ ફોન, લેપટોપ, ટેબલેટ, સ્માર્ટવોચ, ઈયરબડ અને સ્માર્ટ ટી જેવા હોમ એપ્લાયન્સિસ પર મોટી ડીલ્સ અને બમ્પર ડિસ્કાઉન્ટ સાથે ઘણી વિશેષ ઑફર્સ ઓફર કરી રહી છે.

આ સિવાય ફ્લિપકાર્ટ તમને બેંક ઓફર્સ આપી રહ્યું છે, જેમાં કેટલીક પસંદગીની બેંકો શામેલ છે. તમે આ સેલ દરમિયાન એપલ, સેમસંગ, ગૂગલ અને રિયલમી જેવી સ્માર્ટફોન બ્રાન્ડ્સ પાસેથી ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપકરણો ખરીદી શકો છો.

1

આ સિવાય ફ્લિપકાર્ટના કેટલાક સ્માર્ટફોનના બેનરો રજૂ કરવામાં આવ્યા છે જેના પર કંપની ભારે ડિસ્કાઉન્ટ આપશે. આ યાદીમાં Samsung Galaxy S21 FE, Motorola Edge 40 Neo, Samsung F14 5G, Realme C53, Realme 11X 5G અને Moto G54 5G સામેલ છે.

તમને જણાવી દઈએ કે Vivo X100, Oppo Reno 11 અને Redmi Note 13 Pro સીરીઝ જેવા ઈ-કોમર્સ સાઈટ પર તાજેતરમાં લોન્ચ થયેલા કેટલાક ઉપકરણો પર પણ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ થશે.

તમે આ પણ વાંચી શકો છો

Astro Tips : તમારી સાથે હંમેશા નાની છરી રાખો ! થશે અદ્ભુત ફાયદા, ધનની પણ થશે વર્ષા !   


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.