ઉધયનિધિ સ્ટાલિન અને પ્રિયંક ખડગે વિરુદ્ધ FIR

0
173
ઉધયનિધિ સ્ટાલિન અને પ્રિયંક ખડગે વિરુદ્ધ FIR
ઉધયનિધિ સ્ટાલિન અને પ્રિયંક ખડગે વિરુદ્ધ FIR

ઉધયનિધિ સ્ટાલિન અને પ્રિયંક ખડગે વિરુદ્ધ FIR
સનાતન ધર્મ વિરુદ્ધ નિવેદનને લઈને હોબાળો યથાવત

યુપીના રામપુરમાં નોંધાઈ FIR

તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિન અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગે દ્વારા સનાતન ધર્મ વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદનો બાદ ઉત્તર પ્રદેશમાં લોકોનો ગુસ્સો અટકી રહ્યો નથી. બંને વિરુદ્ધ ઉત્તર પ્રદેશના રામપુરમાં કેસ નોંધવામાં આવ્યો છે. એડવોકેટ રામસિંહ લોધી અને હર્ષ ગુપ્તાએ સિવિલ લાઈન્સ સ્ટેબલ રામપુર પોલીસ સ્ટેશનમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે.ઉધયનિધિ અને પ્રિયંક ખડગે વિરુદ્ધ IPC કલમ 153A અને 295A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રામપુરના એસપી અશોક કુમાર શુક્લાએ જણાવ્યું કે બંને નેતાઓ વિરુદ્ધ રામપુર કોતવાલીમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે વકીલ રામસિંહ લોધી અને હર્ષ ગુપ્તા તરફથી મંગળવારે એક અરજી આપવામાં આવી હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રિયાંક ખડગેનું નિવેદન આવ્યું સામે

ઉત્તર પ્રદેશના રામપુરમાં નોંધાયેલી FIR પર પ્રયાંક ખડગેનું નિવેદન સામે આવ્યું છે. તેઓ શું કરે છે તેની મને પરવા નથી. મારું નિવેદન કોઈ ધર્મ વિરુદ્ધ નથી. મેં સ્પષ્ટ કહ્યું છે કે જે ધર્મ સમાનતા નથી શીખવતો તે મારા મતે તે ધર્મ નથી. જો તેઓ (ફરિયાદીઓને) એવું લાગે છે કે તેમના ધર્મમાં આવું નથી, તો તે તેમની સમસ્યા છે. મારો ધર્મ બંધારણ છે. અમારે જે કરવું પડશે તે કરીશું

બીજી તરફ એડવોકેટ હર્ષ ગુપ્તાએ કહ્યું કે તેમને મીડિયા દ્વારા ખબર પડી કે 4 સપ્ટેમ્બરે તમિલનાડુના મુખ્યમંત્રી અને યુવા કલ્યાણ મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. તેમણે સનાતન ધર્મને કોરોના, ડેન્ગ્યુ અને મેલેરિયા કહીને તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. એટલું જ નહીં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને કર્ણાટક સરકારમાં મંત્રી પ્રિયંકે પણ ઉધયનિધિ સ્ટાલિનના નિવેદનનું સમર્થન કર્યું હતું.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ