HomeDeshપીએમ મોદી વિરુદ્ઘ પોસ્ટર્સ લગાવનારાઓ સામે એફઆઇઆર

પીએમ મોદી વિરુદ્ઘ પોસ્ટર્સ લગાવનારાઓ સામે એફઆઇઆર

આઠ લોકો વિરુધ્ધ નોધાઇ ફરિયાદ

અમદાવાદ શહેરમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા વિવિધ સ્થળોએ PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટર્સમાં ‘મોદી હટાવો, દેશ બચાવો’ના સૂત્રો લખવામાં આવ્યા હતા. ઘટના બાદ શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને આ મામલે 8 જેટલા લોકો સામે ફરિયાદ નોંધીની તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તમને જણાવી દઇએ કેઅમદાવાદમાં ગુરુવારે ઈસનપુર, વટવા, મણીનગર, નારોલ, વાડજ તથા એરપોર્ટ વિસ્તારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા કુલ 8 જેટલા વ્યક્તિ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 8 ફરિયાદો નોંધવામાં આવી છે અને વાંધાજનક પોસ્ટરો લગાડીને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાનું અપરાધિક કૃત્ય કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments