મધ્ય પ્રદેશમાં પ્રિયંકા ગાંધી અને કમલનાથ વિરુદ્ધ FIR

0
62
મધ્ય પ્રદેશમાં પ્રિયંકા ગાંધી અને કમલનાથ વિરુદ્ધ FIR
મધ્ય પ્રદેશમાં પ્રિયંકા ગાંધી અને કમલનાથ વિરુદ્ધ FIR

મધ્ય પ્રદેશમાં પ્રિયંકા ગાંધી અને કમલનાથ વિરુદ્ધ એફઆઇઆર

મધ્ય પ્રદેશના 41 જિલ્લાઓમાં પ્રિયંકા ગાંધી અને કમલનાથ વિરુદ્ધ એફઆઇઆર

મધ્ય પ્રદેશમાં 41 જિલ્લાઓમાં પ્રિયંકા ગાંધી અને કમલનાથ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.  શિવરાજ સિહ  ચૌહાણની  સરકાર 50 ટકા કમિશન વાળી સરકાર છે તેવી પોસ્ટ કરવા બદલ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અન કમલનાથ ઉપર મધ્ય પ્રદેશમાં 41 જિલ્લાઓમાં પોલીસ ફરિયાદ થઇ છે

છત્તીસગઢના CM ભૂપેશ બઘેલનું નિવેદન

FIR દાખલ કરવાથી સત્ય છુપશે નહીઃભૂપેશ બઘેલ

ભૂપેશ બઘેલ,મુખ્યમંત્રી છત્તીસગઢ

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને મધ્યપ્રદેશમાં સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યાં છે. જે અંગે રાજકારણ ગરમાયું છે. અને પ્રિયંકા ગાંધી અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સામે ફરિયાદ કરવામાં આવી છે.  છત્તીસગઢના CM ભૂપેશ બઘેલ મધ્ય પ્રદેશમાં પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ FIR પર નિવેદન આપ્યું છે. અને જણાવ્યું છે કે જ્યારે કોન્ટ્રાક્ટરો પોતે જ 50 ટકા કમિશન લેવાનું લખી રહ્યા છે ત્યારે આનાથી વધુ પુરાવાની જરૂર શું છે? FIR દાખલ કરવાથી સત્ય છુપશે નહીં

મધ્યપ્રદેશમાં પ્રિયંકા ગાંધી અને પૂર્વ સીએમ કમલનાથ સામે FIR

કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીનું નિવેદન

ભાજપ પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી થી ડરે છેઃરાશિદ અલ્વી

કોંગ્રેસની સરકાર આવશે ત્યારે પુરાવા આપવામાં આવશેઃરાશિદ અલ્વી

પૂર્વ સીએમ કમલનાથ અને અન્યો સામે નોંધાયેલી FIR પર કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીનું નિવેદન સામે આવ્યું છે. રાશિદ અલ્વીએ કહ્યું કે મધ્યપ્રદેશમાં સતત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને ભ્રષ્ટાચારના પુરાવા જોઈએ તો બે-ત્રણ મહિના રાહ જુઓ, જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે તેમને પુરાવા આપવામાં આવશે અને ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ભાજપ પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધીથી ડરે છે તેથી તેઓ આ રીતે વર્તે છે

વાંચો અહીં અજિત પવારે શરદ પવાર સાથે કરી ગુપ્ત બેઠક, સંજય રાઉતે આપી પ્રતિક્રિયા