ફાસ્ટેગ કાર પાર્ક લોન્ચ કરાયું

0
75

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે પાર્કિંગ સુવિધાને સારી બનાવવા માટે ફાસ્ટેગ કાર પાર્કિંગ લોન્ચ કર્યુ છે. 23  મેથી શરૂ કરાયેલી આ નવતર સુવિધાનો લાભ એરપોર્ટ પર મુસાફરી કરતા લોકો સરળતાથી લઈ શકશે. પરિવારજનોને પીક-અપ કે ડ્રોપ કરવા આવતા લોકો ટર્મીનલ-2 પર આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ ફાસ્ટટેક દ્વારા મુસાફરોની સગવડોમાં વધારાની સાથે તેમને ઉત્કૃષ્ટ અનુભવ પણ મળશે. ફાસ્ટટેક શરૂ થતાં પાર્કિંગમાં વાહનોની ગતિવિધીઓ ઝડપથી થશે. જેના કારણે સમય અને ઇંધણની બચત થશે. ફાસ્ટટેકનો મહત્વનો ફાયદો એ છે કે તેમાં રોકડ વ્યવહારો ની જરૂરિયાત રહેતી નથી, જેથી બધાને સરળતાથી અને ઝડપી પાર્કિંગ વિકલ્પો મળી રહે છે..વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો