શું આપને પણ હાથ જકડાઈ જવાની ફરિયાદ રહે છે ?
શું તમને પણ હાથમાં દુઃખાવો થાય છે ?
જોવો અમારો વિષેશ કાર્યક્રમ ફેમિલી ડોક્ટર જેમ તમને આ વિષય પર સચોટ માર્ગદર્શન મળશે…
હાથ જકડાઈ જાય આપણે તેને સામાન્ય ભાષામાં ફ્રોઝન શોલ્ડર તરીકે ઓળખીએ છીએ
ફ્રોઝન શોલ્ડર એટલે શું ?
- ફ્રોઝ એટલે કે જામી જવું…. સામાન્ય ભાષામાં જો વાત કરીએ તો તેને ખભો જકડાઈ જવો , ખભો પકડાઈ ગયો છે. તેવું ઉચ્ચારણ સામાન્ય રીતે આપણે કરીએ છીએ…
- સામાન્ય રીતે ફ્રોઝન શોલ્ડરની તકલીફ આપણે 40 વર્ષ બાદ વધુ જોવા મળશે…
- જો તમે વધુ બહાર ઉંચકો છો અથવા તો તમારા શરીરની શક્તિ કરતા વધુ સામાન્ય આપ ઉંચકો છો તો તમને આ તકલીફ થવાની શક્યાતાઓ વધુ છે.
- ખભો જકડાઈ જવો કે હાથ જકડાઈ જવા પાછળ એક કારણ જવાબદાર નથી
હાથ/ખભો જકડાઈ જવાના કારણો શું ?
- ડાયાબીટીસની તકલીફ એ પણ એક મુખ્ય કારણ છે.
- વધુ પડતું જો આપ ઠંડા વાતાવરણમાં રહેશો તો પણ તમને આ તકલીફ થઇ શકે છે.
- ટ્રોમ, સ્ટ્રોક આવવો એ પણ એક સીધું કારણ છે..
- જો કોઈ વ્યક્તિ એસીમાં વધુ સમય રહે છે અને તેને ડાયાબીટીસ છે તો તેને આ તકલીફ થવાની શક્યતામાં વધારો થાય છે.
- જો આપણે ખભામાં કોઈ ઈજા થઇ છે તો પણ આપને આ તકલીફ થઇ શકે છે.
- જો આપણે ફ્રેકચર થયું છે તો પણ આ તકલીફ આપણે થઇ શકે છે.
આ તકલીફ વધુ કોને થાય છે ?
- પુરુષો કરતા સ્ત્રીઓમાં આ તકલીફ વધારે જોવા મળે છે. જયારે સ્ત્રીઓ ઘરકામ કરતી હોય છે અને જો સામાન્ય કરતા વધુ ક્ષમતામાં તે બહાર ઊંચકે છે તો તેને આ તકલીફ થઇ શકે છે.
ક્યાં પ્રકારના રીપોર્ટ કરાવવા જોઈએ ?
- સામાન્ય રીતે આપણે X-RAY કરાવવાનું વિચારીએ છીએ. પરંતુ એક્સરેથી ચોક્કસ પ્રમાણમાં ઈજા વિષે નથી જાણી શકાતું . તેથી જો આપને આ પ્રકારની ઈજા છે તો ડોક્ટરની સલાહ મુજબ આપ એમઆરઆઈ કરવી શકો છો.
ઈલાજ શું છે ?
- જો આપ નિયમિત કસરત કરશો અને ડોક્ટરની સલાહ મુજબ આપ દિનચર્યામાં ઉમેરો કરશો. તો ચોક્કસ પણે આપણે આ તકલીફમાંથી રાહત મળી શકે છે.
વીઆર લાઈવ ન્યુઝ ચેનલના Youtube & Facebook પેજ પર મેળવો તાજા સમાચારોની માહિતી