HomeKutchFake Liquor Factory Busted in Adipur: આદિપુરમાં 'રોયલ ચેલેન્જ' બ્રાન્ડની ડુપ્લીકેટ દારૂ...

Fake Liquor Factory Busted in Adipur: આદિપુરમાં ‘રોયલ ચેલેન્જ’ બ્રાન્ડની ડુપ્લીકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 600 બોટલ, 9 હજાર ખાલી બોટલો અને કેમિકલ જપ્ત, 2 ઝડપાયા

Fake Liquor Factory Busted in Adipur: કચ્છના ગાંધીધામ નજીક આવેલા આદિપુર વિસ્તારમાં સાયબર સેલની ટીમે બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરી છે. આદિપુરના 4-A વિસ્તારમાં ધમધમતી ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કરીને પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બે મુખ્ય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Fake Liquor Factory Busted in Adipur

Fake Liquor Factory Busted in Adipur: ભુજ સાયબર સેલના સપાટામાં ડુપ્લીકેટ દારૂનું નેટવર્ક

બોર્ડર રેન્જ સાયબર સેલની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આદિપુરના 4-A વિસ્તારમાં આવેલી એક ફેક્ટરી/ગોડાઉન પર અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે નકલી દારૂ બનાવવાનું મોટું નેટવર્ક ચાલતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ‘રોયલ ચેલેન્જ’ (Royal Challenge) બ્રાન્ડના નામે બનાવવામાં આવતો ડુપ્લીકેટ દારૂ, 9 હજાર જેટલી ખાલી બોટલો, 600થી વધુ ભરેલા ક્વાર્ટર, કેમિકલ તેમજ બોટલ સીલ કરવાનું મશીન કબ્જે કર્યું છે.

Fake Liquor Factory Busted in Adipur

Fake Liquor Factory Busted in Adipur: જાણીતી બ્રાન્ડના નામે વેચાતું હતું કૌભાંડ

રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ગોડાઉનમાં મોટા પાયે નકલી દારૂનું ઉત્પાદન કરવામાં આવતું હતું. આરોપીઓ જાણીતી બ્રાન્ડ ‘Royal Challenge’ ના સ્ટીકરો લગાડીને બોટલો બજારમાં વેચવાનું કૌભાંડ આચરતા હતા. એક સેમ્પલ બોટલ પર આ નામ લખેલું હતું જ્યારે અન્ય બોટલોના ઢાંકણા પર ‘RC’ લખેલું મળી આવ્યું હતું. ઘટનાની ગંભીરતા જોતાં FSL અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચીને સેમ્પલિંગની કામગીરી હાથ ધરી છે.

Fake Liquor Factory Busted in Adipur

Fake Liquor Factory Busted in Adipur: મુંબઈથી મગાવવાતું હતું રો મટીરિયલ

બોર્ડર રેન્જ સાયબર સેલ PSI મયૂરધ્વજ સિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ આ પ્રવૃત્તિ થોડા દિવસો પહેલા જ શરૂ કરી હોવાનું કબૂલ્યું છે. દારૂ બનાવવાનું રો મટીરિયલ મુંબઈથી (મુંબઈના કોઈ રાજસ્થાનના રાજુ નામના શખ્સ મારફતે) મંગાવવામાં આવ્યું હતું.

પોલીસે આ કેસમાં મુંબઈના હિતેશ બામણિયા અને ઉત્તર પ્રદેશના મથુરાના બિજેન્દ્ર જાટ નામના બે મુખ્ય આરોપીઓની અટકાયત કરી છે. સઘન પૂછપરછમાં આ નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાઓ સંકળાયેલા છે અને અગાઉ આ દારૂ ક્યાં-ક્યાં સપ્લાય કરાયો છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. સદનસીબે, જથ્થો બજારમાં મોટા પ્રમાણમાં સપ્લાય થાય તે પૂર્વે જ પોલીસે તેને ઝડપી લીધો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ઊંઝાના પટેલ પરિવારે માઉન્ટ આબુમાં દેવદૂત બની બચાવ્યો વેઈટરનો જીવ, હોટલમાં નાસ્તા દરમિયાન CPR આપી ધબકતું કર્યું હૃદય

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments