expensive cities :  મોંઘા શહેરની યાદીમાં ભારતનું એક પણ શહેર નહિ.જાણીલો યાદી  

0
252
expensive cities
expensive cities

expensive cities  :  ભારત સૌથી ઝડપી વિકાસ પામતો વિકાસશીલ દેશ છે, પરંતુ હજુ સુધી ભારતનું કોઈ શહેર એ યાદીમાં નથી પહોંચી શક્યું કે જ્યાં દુનિયાભરના લોકોને એ શહેરમાં રહેવા ભારે ખર્ચ કરવો પડતો હોય, એટલે કે દુનિયાના સૌથી મોંઘા શહેરની યાદીમાં ભારતનું કોઈ પણ શહેર ટોપ 10માં પણ નથી પહોંચી શક્યું, તો ચાલો જાણીએ દુનિયાના કયા-ક્યા શહેરો છે જે દુનિયામાં  સૌથી મોંઘા શહેરો (expensive cities) છે?, જોવો અમારો આ અહેવાલ

expensive cities 6

ઈકોનોમિક ઇન્ટેલિજેન્સ યુનિટ (EIU)એ હાલમાં જ દુનિયાના સૌથી મોંઘા શહેરોની (expensive cities) લિસ્ટ જાહેર કરી છે. હાલના રેન્કિંગમાં સિંગાપુર અને સ્વિત્ઝરલેન્ડનું જ્યૂરીખ શહેર સંયુક્ત રૂપે દુનિયાભરમાં રહેવાના હિસાબે સૌથી મોંઘું શહેર છે. જો કે, જ્યુરિખ ગયા વર્ષે છઠ્ઠા નંબર પર હતું, પરંતુ આ વખત જ્યૂરિખને સંયુક્ત રૂપે સિંગાપુર સાથે પહેલા નંબર પર રાખવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે લંડનની ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજેન્સ યુનિટના વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ દ્વારા દરવર્ષે સર્વે  કરવામાં આવે છે કે દુનિયામાં સૌથી મોંઘા શહેર (expensive cities) કયા છે ?

વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ  શહેરમાં વસ્તુઓ અને સેવાઓ માટે ચૂકવણી કરવામાં આવતી રકમની અમેરિકન ડૉલરમાં કિંમતોની તુલનના આધાર પર જાહેર કરવામાં આવે છે.જે અંતર્ગત આ વર્ષે સિંગાપુર અને સ્વિત્ઝરલેન્ડનું જ્યૂરીખ શહેર સંયુક્ત રૂપે દુનિયાભરમાં રહેવાના હિસાબે સૌથી મોંઘું શહેર સાબિત થયું છે. તમને જણાવી દઈએ કે 11 વર્ષમાં નવમી વખત છે જ્યારે સિંગાપુરે સૌથી મોંઘા શહેરના રૂપમાં પોતાનું ટોપ સ્થાન યથાવત રાખ્યું છે.

expensive cities 4

ગયા વર્ષે સિંગાપુર અને અમેરિકન શહેર ન્યૂયૉર્કને સંયુક્ત રૂપે સૌથી મોંઘા શહેરોના રૂપમાં પસંદ કરવામાં આવ્યા હતા. આ યાદીમાં સીરિયાનું દમિશ્ક દુનિયાનું સૌથી સસ્તું શહેર છે. 173 દેશોની લિસ્ટમાં ઈરાનની રાજધાની તેહરાન અને લીબિયાની રાજધાની ત્રિપોલીને ક્રમશઃ 172માં અને 171માં નંબર પર રાખવામાં આવ્યા છે.

રિપોર્ટ મુજબ, યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધના કારણે રશિયન શહેર મોસ્કો અને પેન્ટ પિટર્સબર્ગના રેન્કિંગમાં ભારે ઘટાડો આવ્યો છે. રશિયાની રાજધાની મોસ્કોને 142માં નંબરે રાખવામાં આવ્યું છે, જે ગયા વર્ષની તુલનામાં 105 નંબરનો ઘટાડો છે. તો પિટર્સબર્ગને 147માં નંબરે રાખવામાં આવ્યું છે જે ગયા વર્ષની તુલનામાં 74 નંબરનો ઘટાડો આવ્યો છે.

expensive cities ૩

લિસ્ટમાં ઇઝરાયલી શહેર તેલ અવીવને કોપેનહેગન સાથે સંયુક્ત રૂપે આઠમા નંબર પર રાખવામાં આવ્યું છે. જો કે, ધ્યાન આપવા યોગ્ય વાત એ છે કે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજેન્સ યુનિટે આ સર્વેક્ષણ ઇઝરાયલ-હમાસ યુદ્ધની શરૂઆત અગાઉ કર્યું હતું.

expensive cities ૨

દુનિયાના ટોપ 10 મોંઘા શહેર પર નજર કરીએ તો

દુનિયાના ટોપ-10 સૌથી મોંઘા શહેર | Top 10 most expensive cities in the world

1 & 2 : જ્યૂરિખ અને સિંગાપુર (સંયુક્ત રૂપે)

3 & 4 : ન્યૂયોર્ક અને જીનેવા (સંયુક્ત રૂપે)

5 : હોંગકોંગ

6 : લોસ એન્જિલ્સ

7 : પેરિસ

8 & 9 : તેલ અવીવ અને કોપેનહેગન (સંયુક્ત રૂપે)

10 : સેન ફ્રાન્સિસ્કો.

તમને જણાવી દઈએ કે દુનિયાના મોંઘા શહેરોના લિસ્ટમાં ભારતના બેંગ્લોર 161 ચેન્નાઈ 164 અને અમદાવાદ 165માં સ્થાને છે

તમે આ પણ વાંચી શકો છો

Dawood Ibrahim : દાઉદ ઈબ્રાહીમ દુનિયાભરમાં આટલા નામોથી ઓળખાય છે