Home Desh Dawood Ibrahim : દાઉદ ઈબ્રાહીમ દુનિયાભરમાં આટલા નામોથી ઓળખાય છે

Dawood Ibrahim : દાઉદ ઈબ્રાહીમ દુનિયાભરમાં આટલા નામોથી ઓળખાય છે

0
911
Dawood Ibrahim
Dawood Ibrahim

Dawood Ibrahim :  અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિશે મોટા સમાચાર ગતરાત્રીથી સામે આવ્યા છે,  પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે દાઉદ ઈબ્રાહીમને કોઈએ ઝેર આપી દીધું છે અને ઝેરના કારણે  દાઉદની હાલત ખુબ જ  નાજુક છે અને તેને સારવાર માટે કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, તેને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ સામે આવી નથી. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ ઈબ્રાહિમે (Dawood Ibrahim) ભારતની ખુફિયા એજન્સીઓથી  બચવા પોતાના અન્ય કેટલા નામ રાખ્યા હતા.

dawood

દુનિયાના ઘણા ખતરનાક આતંકવાદીઓએ વિવિધ દેશોની તપાસ અને સુરક્ષા એજન્સીઓથી બચવા માટે પોતાના નામ બદલી નાખ્યા છે. આ આતંકવાદીઓને દરેક દેશમાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. આતંકવાદીઓના નામની સંખ્યા માત્ર એક-બે નહીં, પરંતુ દસ, પંદર અને તેનાથી પણ વધુ હોય છે.  

કેન્દ્રીય ગૃહ મંત્રાલય ગેરકાનૂની ગતિવિધિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ તૈયાર કરેલી યાદીમાં હાફિઝ સઈદ અને દાઉદ ઈબ્રાહિમ સહિત 31 આતંકવાદીઓના નામ સામેલ છે. આ યાદીમાં હાફિઝ સઈદના 9 નામ છે, જ્યારે દાઉદ ઈબ્રાહિમને 22 અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે.

મુંબઈ હુમલાના આરોપી અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહીમ (Dawood Ibrahim)દ્વારા  પસંદ કરાયેલા નામોમાં ઈકબાલ સેઠ, બડા પટેલ અને અઝીઝ દિલીપ વગેરેનો સમાવેશ થાય છે. પોતાને ધરપકડથી બચાવવા માટે આ આતંકવાદીઓ નામ બદલીને સુરક્ષા દળો અને તપાસ એજન્સીઓની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરે છે.  

aatanki

કોણ છે અઝહર અલ્વી અને વિલા આદમ? | Who are Azhar Alvi and Willa Adam?

આ યાદીમાં પહેલું નામ મૌલાના મસૂદ અઝહરનું છે. તેમનું બીજું નામ મૌલાના મહમૂદ મસૂદ અઝહર અલ્વી અને વિલા આદમ ઈસા છે.

બીજો આતંકીનું નામ હાફિઝ મોહમ્મદ સઈદનું છે, જે 26/11ના મુંબઈ હુમલાના મુખ્ય આરોપી અને જમાત-ઉદ-દાવાના વડો છે. આ આતંકવાદીએ 9 નામ રાખ્યા છે. હાફિઝ સઈદ ઉપરાંત તે હાફિઝ મોહમ્મદ સાહેબ, હાફિઝ મોહમ્મદ તરીકે પણ ઓળખાય છે. તેઓ સૈયદ, હાફિઝ મોહમ્મદ અને મોહમ્મદ સઈદ વગેરે નામોથી ઓળખાય છે.

ત્રીજો નંબરનો આતંકી છે ઝકી ઉર રહેમાન લખવી. આ આતંકવાદીએ અબુ વાહિદ,  ઇર્શાદ અહેમદ અરશદ, કાકી ઉર રહેમાન, ઝાકીર ઉર રહેમાન લખવી, ઝાકી ઉર રહેમાન લખવી અને ઝાકિર રહેમાનનું નામ રાખ્યું છે.

daud

દાઉદ ઈબ્રાહિમના સૌથી વધુ નામ છે | Dawood Ibrahim has the highest number of names.

દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)ના સૌથી વધુ નામ છે, આતંકવાદી દાઉદે પોતાના  22 નામ રાખ્યા છે. જેમાં દાઉદ ઈબ્રાહીમ કાસકર, દાઉદ હસન શેખ કાસકર, દાઉદ ભાઈ, દાઉદ સબરી, ઈકબાલ સેઠ, બડા પટેલ, દાઉદ ઈબ્રાહીમ, શેખ દાઉદ હસન, અબ્દુલ હમીદ અબ્દુલ અઝીઝ, અનીસ ઈબ્રાહીમ, અઝીઝ દિલીપ, દાઉદ હસન શેખ ઈબ્રાહીમ કાસકર, દાઉદ ઈબ્રાહીમ મેમણ. કાસકર., દાઉદ હસન ઈબ્રાહીમ કાસકર, દાઉદ ઈબ્રાહીમ મેનન, કાસકર દાઉદ હસન, શેખ મોહમ્મદ ઈસ્માઈલ અબ્દુલ રહેમાન, દાઉદ હસન શેખ ઈબ્રાહીમ, દાઉદ ભાઈ લો ક્વોલિટી, ઈબ્રાહીમ શેખ મોહમ્મદ. અનીસ, શેખ ઈસ્માઈલ અબ્દુલ, શેખ ફારૂકી અને ઈકબાલભાઈ પણ નામ રાખ્યું છે.

final 2

આતંકી રિયાઝ ઈસ્માઈલ શાહબંદરે પોતાનું નામ શાહ રિયાઝ અહેમદ, રિયાઝ ભટકલ, મોહમ્મદ રિયાઝ, અહેમદ ભાઈ, રસૂલ ખાન, રોશન ખાન અને અઝીઝ નામ રાખ્યું છે.

 અન્ય એક આતંકી અબ્દુલ રઉફ અસગર મુફ્તી, મુફ્તી અસગર, સાદ બાબા અને મૌલાના મુફ્તી રઉફ અસગર તરીકે પણ ઓળખાય છે.  

તમને જણાવી દઈએ કે આ નામો ભારત સરકાર પાસે ઓફીશીયલ ડેટામાં સેવ છે, આ સિવાય પણ આતંકીઓ વધુ નામ સાથે ફરતા હોય છે.  

તમે આ પણ વાંચી શકો છો

Dawood Ibrahim : दाऊद के रिश्तेदार जावेद मियांदाद हाउस अरेस्ट

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે