ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચમાં કાગડા ઉડયા, ખાલી સ્ટેડિયમના ફોટા થયા વાયરલ ; શું આ ODIનો અંત છે..?

0
342
empty seats, Ahmedabad, ICC Cricket, World Cup 2023,
empty seats, Ahmedabad, ICC Cricket, World Cup 2023,

ક્રિકેટ રમતની પૂજા કરવા માટે જાણીતા દેશમાં, વૈશ્વિક સ્તરે રમતના સૌથી મોટા સ્ટેડિયમમાં વર્લ્ડ કપની પ્રથમ મેચ આયોજિત કરવામાં આવી હતી. ઘણા મહિનાઓની રાહ જોયા બાદ આખરે ICC ODI વર્લ્ડ કપ 2023નો આગાઝ થયો. ICC ODI વર્લ્ડ કપ ની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વના સૌથી મોટા અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. દેશભરના ક્રિકેટ પ્રેમીઓ અને ચાહકોને આશા હતી કે મોટી સંખ્યામાં લોકો મેચ જોવા આવશે. પરંતુ જે ચિત્ર સામે આવ્યું તે આશ્ચર્યજનક હતું. ક્રિકેટ ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાઈ જવાને બદલે ICC ODI વર્લ્ડ કપ ની શરૂઆતની મેચમાં જ સ્ટેડિયમ સાવ ખાલી દેખાતું હતું.

તસ્વીર જોવા સ્ક્રોલ કરો –

  • 2 19
  • 1
  • 5 10
  • Fans deride empty stadium at Cricket World Cup

આ તસવીર બાદ ક્રિકેટ ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. હાલમાં જ ફિલ્મ ‘ઘૂમર’માં ક્રિકેટરની ભૂમિકા ભજવનાર સૈયામી ખેરે પણ વર્લ્ડ કપની શરૂઆતની મેચની આ નિરાશાજનક તસવીર પર ચિંતા વ્યક્ત કરી. જે ગ્રાઉન્ડ પેક થવાની આશા હતી તે આ રીતે ખાલી જોવા મળતાં ચાહકોથી લઈને ક્રિકેટરો સુધી દરેક ચિંતિત છે. ‘ઘૂમર’ અભિનેત્રી સૈયામી ખેરે ચિંતા વ્યક્ત કરતા ટ્વીટ કર્યું, ઓછી ભીડ જોવી ખૂબ જ નિરાશાજનક છે. શું આ ODI ક્રિકેટનો અંત છે..?

રમતના કાયદા માટે જવાબદાર સંસ્થા MCCના નવા પ્રમુખ માર્ક નિકોલસને અંગે કહ્યું કે, “અમે દ્રઢપણે માનીએ છીએ કે ODI માં માત્ર વર્લ્ડ કપ જ હોવો જોઈએ,”,  

તમે ચિત્રને જોશો, તો તમને જમીનની નારંગી બેઠકો સંપૂર્ણપણે ખાલી દેખાશે, જે ખૂબ જ નિરાશાજનક છે. કારણ કે આ વખતે ભારત વર્લ્ડકપની યજમાની કરી રહ્યું છે ત્યારે લોકો એવું પણ કહી રહ્યા છે કે કદાચ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો, તેથી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો ન હતો. 

આ અંગે વીરેન્દ્ર સેહવાગે પણ ટ્વીટ કરીને લોકોને મેદાન પર પહોંચીને તેમનો ઉત્સાહ વધારવા કહ્યું હતું. દરમિયાન, ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ડેનિયલ વ્યાટે પણ અમદાવાદના સ્ટેડિયમમાં ખાલી ખુરશીઓ જોઈને નિરાશા વ્યક્ત કરી હતી. તેણે ટ્વિટર પર પૂછ્યું, ‘દર્શકો ક્યાં છે?

ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેની વ્યાટની પોસ્ટ પર રી-ટ્વીટ કરતા ભારતીય પ્રશંષકે કહ્યું,  “દર્શકો 14 ઓક્ટોબરના યોજાનારી પાકિસ્તાન-ભારત મેચની રાહ જોઈ રહ્યા છે.”

‘ટીમ ઈન્ડિયા’ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમશે. વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં આટલા ઓછા દર્શકોને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ટ્રોલ કરી રહ્યા છે.

BJP કાર્યકરોને પરિવાર દીઠ ચાર-પાંચ એન્ટ્રી પાસ આપ્યા હોવાના અહેવાલ 

ગુજરાત ક્રિકેટ એસોસિએશને અગાઉથી ક્રિકેટ મેચની ટિકિટ ભાજપ કાર્યકર્તાઓને લહાણીમાં આપી હોવાની માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઇ રહી છે, જેના કારણે જે લોકો ખરેખર મેચ જોવા જવા ઈચ્છતા હતા તેઓને ટિકિટ ખરીદવા મળી નથી, અને જેમને ટિકિટ લહાણીમાં આપવામાં આવી તે જોવા ગયા નહિ. રીપોર્ટ મુજબ ભાજપના કાર્યકરો, મહિલા સભ્યોને પરિવાર દીઠ ચાર-પાંચ એન્ટ્રી પાસ અને ફુડ કૂપન આપવામાં આવ્યા હતા. તો પણ તેમાંથી કોઈ ફરકયું નહોતું. સ્ટેડિયમ એ હદે ખાલી હતું કે ટીવી પ્રસારણ દરમ્યાન સ્ટેડિયમમાં જયાં કેટલાક પ્રેક્ષકો બેઠા હતા ત્યાં જ કેમેરો વારંવાર મંડાતો હતો.  આશા રાખીએ કે વર્લ્ડ કપ જેમ જેમ આગળ ધપે તેમ ચાહકોનો મેચ જોવા આવવાનો ઉત્સાહમાં વધારો થતો જાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વની અનેક ન્યુઝ એજેન્સી જેવી કે અલ-ઝઝીરા અને ડ્રોને આ બાબતે આકરી ટીપ્પણી કરી છે. ટિકિટ રિલીઝમાં વિલંબ અને છેલ્લી ઘડીએ ટૂર્નામેન્ટના સમયપત્રક અને ટિકિટિંગમાં ફેરફાર, ફીઝીકલ ટીકીટના નિયમ ચાહકોમાં નિરાશા લાવી છે. ટિકિટોની પ્રથમ બેચ 25 ઓગસ્ટના રોજ વેચાણ માટે શરૂ થઈ હતી, જે શરૂઆતની મેચના છ અઠવાડિયા કરતા પણ ઓછા સમય પહેલા હતી, જેના કારણે પ્રવાસી ચાહકો માટે યોજનાઓ અમલમાં મૂકવી મુશ્કેલ બની હતી.

વધુ સમાચાર માટે કલિક કરો –

“ભારત વિશ્વનું નવું ગ્રોથ એન્જીન બનવા માટે તૈયાર છે”: RBI ગવર્નર

ગૃહમાં ‘વોટના બદલે નોટ’ કેસ, ચુકાદો અનામત ; કોર્ટ નક્કી કરશે કે કાર્યવાહી થવી જોઈએ કે નહિ

બિહાર જાતિ આધારિત વસ્તીગણતરી કેસ: સુપ્રીમકોર્ટનો સ્ટે લગાવવાનો ઇનકાર

લાયસન્સ ભલે ‘એક્સપાયર્ડ’ થયું, તેના કારણે ડ્રાઇવીંગ બેદરકારીભર્યું ગણી ન શકાય : મહત્વનો ચુકાદો