Electoral Bonds Megha Engineering : કોની છે મેઘા એન્જિનિયરિંગ કંપની ?  જેને ચૂંટણી બોન્ડમાં કરોડો રૂપિયાનું દાન આપ્યું  

0
85
Electoral Bonds Megha Engineering
Electoral Bonds Megha Engineering

Electoral Bonds Megha Engineering : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ  ચૂંટણી પંચે ચૂંટણી બોન્ડ્સ પરનો ડેટા પ્રકાશિત કર્યો. આ ડેટામાં એક એવું નામ હતું જેને ભારે ચર્ચા જગાવી છે, ચૂંટણી બોન્ડના ડેટામાં મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (MEIL) કંપની  ઈલેક્ટોરલ બોન્ડના બીજા સૌથી મોટા ખરીદદાર તરીકે સામે આવ્યું છે.  તેણે રૂ. 966 કરોડના બોન્ડ ખરીદ્યા હતા, જ્યારે તેની સાથે સંકળાયેલી અન્ય ત્રણ કંપનીઓએ પણ કરોડોનું દાન આપ્યું હતું.  તો આવો જોઈએ કોણ છે એ કંપનીના માલિક.. શું છે કંપનીનો ઈતિહાસ અને કેમ આટલી મોટી રકમ ચૂંટણી બોન્ડમાં દાન આપી છે તેને વિગતવાર સમજીએ….

Electoral Bonds Megha Engineering

Electoral Bonds Megha Engineering :  મેઘા એન્જીનીયરીંગ  અને સંબંધિત કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડમાં રૂ. 1,232 કરોડ રૂપિયા દાન કર્યા છે. તેલંગાણા સ્થિત ઔદ્યોગિક જૂથની સ્થાપના 1989માં પામીરેડ્ડી પિચી રેડ્ડી  દ્વારા કરવામાં આવી હતી. તેણે વર્ષ 2006માં કંપનીનું નામ બદલીને મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રાખ્યું.  રેડ્ડી   સૌથી અમીર ભારતીયોમાંના એક છે. આ કંપની તેમના ભત્રીજા પીવી કૃષ્ણા રેડ્ડી ચલાવે છે.

Electoral Bonds Megha Engineering :  કંપની કયા ક્યાં પ્રોજેક્ટનું કામ કર્યું છે

Electoral Bonds Megha Engineering

પિચી રેડ્ડીએ નગરપાલિકાઓ માટે નાની પાઈપો બનાવવા માટે કંપની શરૂ કરી હતી. પરંતુ 66 વર્ષીય પિચીએ પાછળથી ડેમ, પાવર પ્લાન્ટ અને રસ્તાઓ જેવા માળખાકીય સુવિધાઓના નિર્માણમાં વિસ્તરણ કર્યું. MEIL એ ઝોજિલા ટનલ સહિત ભારતમાં કેટલાક અન્ય પ્રખ્યાત પ્રોજેક્ટ્સ બનાવ્યા છે.  આ ટનલ શ્રીનગરને લદ્દાખથી જોડે છે. આ સિવાય કંપનીને મુંબઈમાં થાણે-બોરીવલી ટનલ પ્રોજેક્ટનું કામ પણ મળ્યું છે. કંપનીએ તેની સહયોગી કંપનીઓ સાથે મળીને રૂ. 1200 કરોડથી વધુનું દાન આપ્યું છે. તેણે આટલી મોટી રકમ ક્યા રાજકીય પક્ષને દાનમાં આપી તે હજુ સુધી બહાર આવ્યું નથી.

Electoral Bonds Megha Engineering:  37300 કરોડની સંપત્તિ!

Electoral Bonds Megha Engineering

રેડ્ડી એક ખેડૂતનો પુત્ર, એક  મોટા વેપારી તરીકે પ્રખ્યાત છે. તે એક આલીશાન મકાનમાં રહે છે. જે ચમકતા હીરા જેવું લાગે છે. હાલ હૈદરાબાદમાં તેમનું ઘર આધુનિક આર્કિટેક્ટનું ઉદાહરણ બની ગયું છે. તેમનું ઘર ‘ડાયમંડ હાઉસ’ તરીકે ઓળખાય છે. રેડ્ડીનો પોતાનો ખાનગી ગોલ્ફ કોર્સ પણ છે. રેડ્ડી તેમના ખેડૂત પિતાના પાંચમા સંતાન હતા. રેડ્ડીએ ક્યારેય અકલ્પનીય સંપત્તિ સાથે અબજોપતિ બનવાનું સપનું જોયું ન હતું. બિઝનેસ શરૂ થયાના બે વર્ષ પછી, પીપી રેડ્ડી તેમના ભત્રીજા પીવી કૃષ્ણા રેડ્ડી સાથે જોડાયા હતા. તેઓ સ્થાપક બન્યા પછી એમડી બન્યા અને આજે તેઓ મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (MEIL) ની મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળે છે. પીપી રેડ્ડી વર્ષ 2023માં ભારતના 100 સૌથી અમીર લોકોમાં સામેલ હતા. રિપોર્ટ અનુસાર તેમની કુલ સંપત્તિ 37300 કરોડ રૂપિયા છે.

Electoral Bonds Megha Engineering :  નીતિન ગડકરીએ સંસદમાં MEILના કર્યા હતા વખાણ

Electoral Bonds Megha Engineering

માર્ચ 2022માં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં MEILની પ્રશંસા કરી હતી. તેમણે હિમાલયના પર્વતોમાં ઝોજિલા ટનલ બનાવવા માટે MEIL પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘ટનલ બનાવવાનો અંદાજિત ખર્ચ 12000 કરોડ રૂપિયા હતો. અને મને જણાવતા આનંદ થાય છે કે આ પ્રોજેક્ટ જીતનાર કંપની… હૈદરાબાદની મેઘા એન્જીનીયરીંગ કંપની છે અને તેના દ્વારા અમારી સરકારે રૂ. 5000 કરોડની બચત કરી છે.

Electoral Bonds Megha Engineering:  2019 માં MEIL પર પડ્યા હતા IT દરોડા

Electoral Bonds Megha Engineering

નોંધનીય છે બાબત એ છે કે ઓક્ટોબર 2019માં ઈન્કમ ટેક્સ (IT) દ્વારા કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા. આઈટી વિભાગે હૈદરાબાદમાં રેડ્ડીની ઓફિસ, ઘર અને ગેસ્ટ હાઉસ સહિત કુલ 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા. EDએ દિલ્હી અને મુંબઈમાં પણ કંપનીની મિલકતો પર દરોડા પાડ્યા હતા. તે જ વર્ષે, MEIL ને કાલેશ્વરમ પ્રોજેક્ટના બાંધકામ માટેનો કોન્ટ્રાક્ટ પણ મળ્યો હતો. આ વિશ્વની સૌથી મોટી સિંચાઈ યોજનાઓમાંની એક છે. કંપનીએ આંધ્રપ્રદેશમાં પત્તીસીમા સિંચાઈ પ્રોજેક્ટ રેકોર્ડ સમયમાં પૂર્ણ કર્યો. MEIL પાસે ઝારખંડ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં ઘણા મોટા પાવર પ્રોજેક્ટ્સ છે. MEIL એ મધ્ય પ્રદેશમાં ખરગોન લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ પણ બનાવ્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો