Election Commission: PM મોદી અને રાહુલ ગાંધીને ચૂંટણી પંચે ફટકારી નોટીસ, 29 એપ્રિલ સુધી જવાબ રજુ કરવા આદેશ  

0
84
Election Commission
Election Commission

Election Commission: ચૂંટણી પંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ‘મોડલ કોડ ઑફ કન્ડક્ટ’ (MCC) ના કથિત ઉલ્લંઘનની નોંધ લીધી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એકબીજાના નેતાઓ પર ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે નફરત અને વિભાજન ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પંચે ભાજપ-કોંગ્રેસને નોટિસ પાઠવીને 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે.

Election Commission

Election Commission:  ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 લાગુ કરી અને પક્ષ પ્રમુખોને જવાબદાર ઠેરવ્યા. આ અંતર્ગત, પ્રથમ પગલા તરીકે, વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગના આરોપોનો અનુક્રમે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. આમાં તેમને 29 એપ્રિલ સુધીમાં જવાબ આપવા અને તેમના સ્ટાર પ્રચારકોને આચારસંહિતાનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.’

Election Commission

Election Commission:  ચૂંટણી પંચની બે ટિપ્પણી

Election Commission


1. ચૂંટણી પંચે બંને પક્ષોના પ્રમુખોને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 હેઠળ જવાબ આપવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો.

2. પંચનું કહેવું છે કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાઓના ભાષણો વધુ ગંભીર પરિણામો લાવી શકે છે.

Election Commission: રાજકીય પક્ષોએ સ્ટાર પ્રચારકોના આચરણની જવાબદારી

Election Commission

Election Commission:  પંચે કહ્યું છે કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના આચરણ માટે પ્રાથમિક અને વધતી જવાબદારી લેવી પડશે. ચૂંટણી પંચનું કહેવું છે કે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકોના પ્રચાર ભાષણોના વધુ ગંભીર પરિણામો આવે છે. તેણે કહ્યું છે કે સ્ટાર પ્રચારકોએ પોતે આપેલા ભાષણો માટે જવાબદાર બનવું પડશે. પરંતુ વિવાદાસ્પદ ભાષણોના કિસ્સામાં, ચૂંટણી પંચ દરેક મુદ્દા પર પક્ષના વડાઓ પાસેથી જવાબ માંગશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો