EknathShinde  : શિંદેની શિવસેના, ઉદ્ધવને મોટો ફટકો    

0
131
EknathShinde
EknathShinde

EknathShinde  : વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. રાહુલ નાર્વેકરે ઉદ્ધવ જૂથને મોટો ઝટકો આપ્યો છે. સ્પીકર નાર્વેકરનો નિર્ણય શિંદે જૂથની તરફેણમાં આવ્યો છે. સ્પીકરે ઉદ્ધવ જૂથની માંગને ફગાવી દીધી છે. વિધાનસભા અધ્યક્ષે પોતાના નિર્ણયમાં કહ્યું કે, ‘એકનાથ શિંદે જૂથ જ અસલી શિવસેના છે.

EknathShinde

EknathShinde  : સ્પીકરનો ચુકાદો


આ અરજીઓ પર સુનાવણી કરતા સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું કે એકનાથ શિંદેને હટાવવાનો નિર્ણય અયોગ્ય. સ્પીકરે કહ્યું કે 2018નું બંધારણ યોગ્ય નથી. શિવસેના પ્રમુખને હટાવવાનો હક ઉદ્ધવ ઠાકરેને નથી. બંધારણ પ્રમાણે એકનાથ શિંદેને હટાવવાનો નિર્ણય અયોગ્ય છે. તેમને હટાવવા માટેનો નિર્ણય કાર્યકારિણીમાં થવો જોઈએ. સ્પીકરે કહ્યું કે એકનાથ શિંદે જૂથ જ અસલી શિવસેના છે. સ્પીકરના આ નિર્ણયથી ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો લાગ્યો છે

EknathShinde   : ECI ના આદેશથી ઉપર હું ન જઈ શકુંઃ સ્પીકર

EknathShinde


પોતાનો નિર્ણય વાંચતી વખતે સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું, ‘મહેશ જેઠમલાણીએ એમ પણ કહ્યું હતું કે 2018માં ચૂંટણી નહીં થાય. હું ECIના આદેશોથી આગળ વધી શકતો નથી. ચૂંટણી પંચની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતીને સ્વીકારવામાં આવી રહી છે. મારી પાસે ખૂબ જ મર્યાદિત સમસ્યા છે. હું દસમી અનુસૂચિ મુજબ સ્પીકર તરીકે મારી સત્તાનો ઉપયોગ કરી રહ્યો છું.

પોતાના નિર્ણયમાં સ્પીકરે કહ્યું કે શિવસેનાના 2018ના સંશોધિત સંવિધાનને કાયદેસર માની શકાય નહીં કારણ કે તે ભારતના ચૂંટણી પંચના રેકોર્ડમાં નથી. રેકોર્ડ પ્રમાણે મેં શિવસેનાના 1999ના બંધારણને માન્ય બંધારણ તરીકે ધ્યાનમાં લીધું છે. આ સિવાય સ્પીકરે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે ઉદ્ધવ જૂથ હાલમાં કોઈને પણ પાર્ટીમાંથી કાઢી શકે નહીં. રાષ્ટ્રીય કાર્યકારિણીની સલાહ લીધા વિના કોઈને પણ બહાર કરી શકાય નહીં. આ નિર્ણય એકનાથ શિંદે માટે રાહત સમાન છે કારણ કે બળવા સમયે ઉદ્ધવે તેમને પાર્ટીમાંથી બહાર કરવાની વાત કરી હતી.

EknathShinde

EknathShinde : રાહુલ નાર્વેકરે પોતાના નિર્ણયમાં એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે શિંદે જૂથ પાસે બહુમતી હતી, તેથી તેને પડકારી શકાય નહીં. તેમના આ એક નિર્ણયથી એકનાથ શિંદેની સીએમની ખુરશી બચી ગઈ છે. સ્પીકરે માન્યું કે 21 જૂન 2022ના રોજ જ્યારે હરિફ જૂથ બન્યું ત્યારે શિંદે જૂથ જ અસલી શિવસેના રાજનીતિક દળ હતું. આ સાથે જ અન્ય 15 ધારાસભ્યો પર લટકતી ગેરલાયકાતની તલવાર પણ ખતમ થઈ ગઈ છે. જે નેતાઓ પર આ તલવાર લટકતી હતી તેમના નામ આ પ્રકારે છે- સીએમ એકનાથ શિંદે, અબ્દુલ સત્તાર, સંદીપન ભુમરે, સંજય શિરસાટ, તાનાજી સાવંત, યામિની જાધવ, ચિમનરાવ પાટીલ, ભરત ગોગાવે, લતા સોનાવને, પ્રકાશ સુર્વે, બાલાજી કિનીકર, અનિલ બાબર, મહેશ શિંદે, સંજય રાયમુલકર, રમેશ બોરનારે, બાલાજી કલ્યાણકર.

તમે આ પણ વાંચી શકો છો

IND vs AFG : ઇશાન કિશનનો આથમતો સુરજ કે bcciનો અન્યાય