ઇડીએ જમીનના બદલામાં નોકરી કેસમાં તેજસ્વીને આરોપી બનાવ્યા

0
146

જમીનના બદલામાં નોકરીના કેસમાં બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવની મુશ્કેલી વધી છે. ઇડીએ સીબીઆઇની એફઆઇઆરને આધારે મની લોન્ડરિંગ કાયદા હેઠળ અલગથી કેસ દાખલ કર્યો છે. જેમાં તેજસ્વી યાદવને આરોપી બનાવવામાં આવ્યો છે.મંગળવારે તેજસ્વીની લગભગ ૯ કલાક સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેમને આવક તથા પરિવારની સંપત્તિ સાથે સંકળાયેલા પ્રશ્રો પૂછવામાં આવ્યા હતાં.રેલવેમાં જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં સીબીઆઇએ દાખલ કરેલી એફઆઇઆરમાં પણ તેજસ્વી યાદવને આરોપી બનાવવામાં આવ્યા છે. ૨૫ માર્ચે સીબીઆઇએ પણ તેમની લગભગ ૮ કલાક સુધી પૂછપરછ કરી હતી.