ડુપ્લીકેટ હળદર બનાવવાનું રેકેટ ઝડપાયું

0
298

નડિયાદ મિલ રોડ પર ડુપ્લીકેટ દારૂ બનાવવામાં વપરાતા કેમિકલનો જથ્થો ઉતર્યો  હોવાનીપોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ચેકિંગ કરતા પોલીસને ડુપ્લીકેટ હળદર બનાવાતુ હોવાનું જોવા મળ્યુ હતુ. પોલીસે નકલી હળદર બનાવવાના આ રેકેટને ઝડપી લીધુ હતુ. ત્યારે ડુપ્લીકેટ હળદર બનાવાતા બે આરોપી વિરુદ્ધ આઈપીસીની 4 કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જેમાં આરોપીઓ વિરુદ્ધ કલમ 420,272,273,120(B) મુજબની ગુનો નોંધાયો છે. ડુપ્લીકેટ હળદર બનાવાતી ફેકટરીમાં રહેલા કણકી, કેમિકલ, અને સ્ટાર્ચ પાવડર મળીને કુલ 54,92,550 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ બનાવટી હળદર ઓછા ભાવે આસપાસના વિસ્તારોની હોટલોમાં વેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યુ છે.