HomeDeshભટિંડા મિલિટરી સ્ટેશનમાં રેડ એલર્ટ, વધુ એક જવાનનું ગોળી વાગવાથી મોત

ભટિંડા મિલિટરી સ્ટેશનમાં રેડ એલર્ટ, વધુ એક જવાનનું ગોળી વાગવાથી મોત

પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનમાં સેનાના ચાર જવાનોની ગોળી મારીને હત્યા કરનારા આરોપીઓની  હજુ સુધી કોઈ ભાળ મળી નથી.ત્યારે જાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગની ઘટનામાં સેનાના ચાર જવાનોના મોત બાદ 24 કલાકની અંદર વધુ એક મોટી ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રે અચાનક રાઈફલમાંથી થયેલા ફાયરિંગને કારણે અન્ય એક જવાનનું મોત થયું છે. આ ઘટના બુધવારે રાત્રે યુનિટની ઓફિસ પાસે બની હતી. તપાસમાં જાણવા મળ્યું કે ડ્યુટી પર તહેનાત ગુર તેજસ લહુરાજના માથામાં ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments