DunkiReview  :  “ડંકી” ફિલ્મ જોયા પહેલા એના રીવ્યુ વાંચી લેજો  

1
127
DunkiReview
DunkiReview

DunkiReview :  જો તમે આ વિકમાં ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો ? તો આજે બોલીવુડ કિંગ ખાન શાહરૂખ ખાનની આ વર્ષની ત્રીજી ફિલ્મ ડંકી સોનેરી પડદા પર રીલીઝ થઇ ચુકી છે. તમે ફિલ્મ જોયા પહેલા મુવીના રીવ્યુ વાંચવાનો શોખ ધરાવતા હોય તો આજે અમે તમારા માટે કિંગખાનની ત્રીજી ફિલ્મ ડંકી નો રીવ્યુ લઈને આવી ગયા છીએ, ફિલ્મ જોયા પહેલા તમારે આ રીવ્યુ (DunkiReview) જરુરુ વાંચવા જ જોઈએ.    

શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ મૂવી ડંકી આખરે થિયેટર્સમાં રિલિઝ થઈ ચૂકી છે. આજે તા. 21 ડિસેમ્બરે ફિલ્મના પહેલાં શોને ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. રાજકુમાર હિરાનીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ લોકોને પસંદ આવી રહી છે. ફિલ્મનો પહેલો રિવ્યુ (DunkiReview) પણ સારો છે. શાહરૂખના ફેન્સ માને છે કે આ વર્ષમાં કિંગ ખાનની આ ત્રીજી સુપરહિટ ફિલ્મ બનશે.

જો સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો વર્ષ 2023 શાહરૂખ ખાનના નામે રહ્યું છે. પઠાણ અને જવાન બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે. બંને ફિલ્મોએ 1000 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. હવે ફિલ્મ ડંકી પણ સારો બિઝનેસ કરે તેવી આશા છે. ડંકી મૂવીમાં શાહરૂખ સાથે વિક્કી કૌશલ, તાપસી પન્નુ, બોમન ઈરાની જેવા ધુરંધર અભિનેતાઓ છે અને આ ફિલ્મને રાજકુમાર હિરાનીએ ડિરેક્ટર કરી છે. (DunkiReview)

DunkiReview

DunkiReview : કોમીડીથી ઈમોશન સુધીની જર્ની

રાજકુમાર હિરાનીની ફિલ્મમાં ફરી એકવાર કોઈ વ્હીલચેર સાથે ભાગ્યું છે અને અપેક્ષા મુજબ ‘ડંકી’ની ઈમોશનલ જર્ની સેટ થાય છે. કેરેક્ટર્સની સ્ટોરી ગોઠવવામાં પ્રથમ હાફનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મના આ ભાગમાં કોમેડી વધુ છે. દરેક કેરેકટર પાસે લંડન જવાના પોતાના મોટા કારણો છે.

તાપસી પન્નુ, અનિલ ગ્રોવર, વિક્રમ કોચર, બોમન ઈરાની ફિલ્મમાં ફુલ ફોર્મમાં જોવા મળે છે. (DunkiReview) ‘ડંકી’માં શાહરૂખ ખાનનો અભિનય જોરદાર લાગે છે, પરંતુ તેનો અવાજ, ડાયલોગ્સ બોલવાની સ્ટાઈલ થોડી વિચિત્ર લાગે છે. ઈન્ટરવલ પહેલાં ફિલ્મમાં જ્યાં હળવી કોમેડી છે ત્યાં ઈન્ટરવલ બાદ મૂવી ઈમોશનલ જર્ની પર પ્રેક્ષકોને લઈ જાય છે.

પહેલાં હાફમાં વિક્કી કૌશલ ફિલ્મની જાન છે. વિકીએ જે તીવ્રતા સાથે આ ભૂમિકા ભજવી છે તે મોટા પડદા પર દેખાય છે. તેનો અભિનય એક અલગ લીગમાં લાગે છે. રાજકુમાર હિરાણીએ તેમની પાસેથી જે અપેક્ષા હતી તે બરાબર કર્યું છે.

સેકન્ડ હાફમાં સ્ટોરી અલગ જ સેટ પર શરૂ થાય છે. તમામ પાત્રોના વાળ સફેદ થઈ ગયા છે. અહીંથી વાર્તા એક રસપ્રદ વળાંક લે છે. વાર્તાનો તમામ વજનદાર ભાગ બીજા ભાગમાં છે. અહીં ફિલ્મ તમને એક સફર પર લઈ જાય છે જે ખૂબ જ ઈમોશનલ છે. જો હિરાનીની અગાઉની ફિલ્મો સાથે સરખામણી કરવામાં આવે તો તેમાં કંઇક ને કંઇક ચાલતું રહે છે.

DunkiReview

‘ડંકી’ ઈન્ટરવલ બાદ એક ઊંડી ઉદાસી લઈને આવે છે. હિરાનીની આ સૌથી ડિપ્રેસિંગ ફિલ્મ છે એમ કહેવું ખોટું નહીં હોય. ભાવનાત્મક વાર્તા કહેવામાં સૌથી મોટું જોખમ એ છે કે શું વાર્તા તમને તમારી લાગણીઓની ઊંડાઈ અને તેના શિખર વચ્ચે ડૂબકી લગાવી શકે છે. ‘ડંકી’ આ કામ ખૂબ સારી રીતે કરે છે.

‘ડંકી’ શાહરૂખ ખાનની આ વર્ષની ત્રીજી ફિલ્મ છે. પરંતુ આમાં તેની એક્ટિંગની સાવ અલગ જ બાજુ બહાર આવે છે. ઘણા એવા દ્રશ્યો છે જે લાંબા, ભાવનાત્મક અને હૃદયને હચમચાવી નાખે તેવા સંવાદો ધરાવે છે. શાહરૂખ આ દ્રશ્યોમાં ગજબ કામ કર્યું છે.

શાહરૂખ અને હિરાનીએ ખૂબ જ ઈમોશનલ સ્ટોરી અને લવ સ્ટોરીનું વચન આપ્યું હતું, જે ચોક્કસપણે ‘ડંકી’માં જોવા મળશે.  

તમે આ પણ વાંચી શકો છો

DUNKI : પંજાબમાં લગાવેલી ટાંકી જોઈને રાજકુમારને ડંકી (Dunki)નો વિચાર આવ્યો, જાણો સંપૂર્ણ કહાની


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.