DUNKI : પંજાબમાં લગાવેલી ટાંકી જોઈને રાજકુમારને ડંકી (Dunki)નો વિચાર આવ્યો, જાણો સંપૂર્ણ કહાની

2
121

રાજકુમાર હિરાનીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ડંકી (Dunki) હવે રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મની સ્ટોરી અંગે રાજકુમારે ખુલાસો કર્યો છે કે પંજાબની ટાંકી જોયા બાદ તેમને આ ફિલ્મો વિચાર આવ્યો. જાણો શું છે આખી કહાની…

‘પઠાણ’ અને ‘જવાન’ જેવી સુપરહિટ ફિલ્મો આપી બોલિવૂડમાં બોક્સ ઓફિસના રેકોર્ડ તોડનાર શાહરૂખ ખાન આ વીતતા વર્ષમાં તેની આગામી ફિલ્મ ડંકી (Dunki) ની ભેટ આપી રહ્યો છે. રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફિલ્મ ડંકી (Dunki)નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી આ ફિલ્મને લઈને તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.ત્યારે શાહરૂખ અને રાજકુમાર હિરાની પોતે ફિલ્મ સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ આપી રહ્યા છે.

પંજાબના ઘરોમાં લગાવવામાં આવેલી ટાંકીમાંથી આ વિચાર આવ્યો

જ્યારે ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી, ચાહકો અને સિનેમા પ્રેમીઓમાં એક પ્રશ્ન છે કે ડંકી (Dunki) શું છે અને ફિલ્મની સ્ટોરી શેના પર આધારિત છે.

આ તમામ સવાલોના જવાબમાં હિરાની કહે છે કે, જો હું આખી વાર્તા કહીશ તો ફિલ્મ જોવા કોણ આવશે.અમે ડંકી કેમ બનાવી તે અંગે હું કહેવા માંગુ છું કે વાર્તા ખૂબ જ રસપ્રદ છે. તેની શરૂઆત એક ચિત્રથી થઈ. વાસ્તવમાં, જો તમે જલંધર અને તેની આસપાસના ઘરોમાં જુઓ, તો ઘરોના ધાબા પર તમામ પ્રકારની ડિઝાઇનની ટાંકીઓ બનાવવામાં આવી છે.ઘણા લોકોના ઘરોમાં એરોપ્લેનની ડિઝાઇનવાળી પાણીની ટાંકીઓ જોવા મળે છે. આ જોઈને, આ શા માટે છે તે જાણવા હું ઉત્સુક હતો.

ડંકી (Dunki) રૂટ શું છે અને તેમાં મહિનાઓ કેમ લાગે છે?

હિરાની વધુમાં જણાવે છે કે, જ્યારે અમને વિગતો જાણવા મળી ત્યારે અમને ખબર પડી કે જ્યારે કોઈ પરિવારની વ્યક્તિ વિદેશ જાય છે તો પરિવારના સભ્યો ગેલમાં આવી જાય છે અને આ ડિઝાઈનર ટાંકી બનાવે છે. તેમના માટે તેમના પરિવારનો એક સભ્ય વિદેશ ગયો છે તે ગર્વની વાત છે. પંજાબમાં આ સંસ્કૃતિ સામાન્ય છે. કોઈએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બનાવી છે કારણ કે તેમના પરિવારમાંથી કોઈ અમેરિકામાં રહે છે. જો કે તેનો ઈતિહાસ જૂનો છે, પરંતુ વર્લ્ડ વોર દરમિયાન અને પછી પંજાબના ઘણા લોકોને ત્યાં બોલાવવામાં આવે છે.

જો કે, 1960 ની આસપાસ, એક અધિનિયમ હેઠળ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઘણા પરિવારો ત્યાં રહેવા ગયા અને અહીં રહેતા લોકો ત્યાંની જીવનશૈલીથી ખૂબ પ્રભાવિત થતા હતા. મુશ્કેલી હવે એ આવવા લાગી કે તેમને વિઝા નહોતા મળતા. પછી ધીમે ધીમે શરૂ થયું ગેરકાયદે જવાનો રસ્તો. 

લોકોએ ત્યાં ગેરકાયદે જવાનું શરૂ કર્યું, ત્યારે ત્યાંથી જ આ ટર્મ કે શબ્દ આવ્યો કે લોકો ડંકી રૂટથી જઈ રહ્યા છે. 

ત્યારે મને થયું કે જો આવું કંઈક થઈ રહ્યું છે તો તેની પાછળ કોઈ કહાની હોવી જોઈએ. મેં તેના પર સંશોધન કરવાનું શરૂ કર્યું અને અંતે આ ફિલ્મ બનાવવાનું વિચાર્યું. હું જાણવા માંગતો હતો કે એવી તો કઈ મજબૂરી અથવા તો કારણ હશે તેઓ આવું કરવા ઘેલા બની જાય છે.ફિલ્મમાં એક લાઈન છે, જેમાં ડિંકીનો અર્થ અમે એ જ બતાવ્યું છે, અમે કહ્યું છે કે ડીંકી એટલે પરિવારથી દૂર થવું. 

ક્યારે રિલીઝ થશે (Dunki) ફિલ્મ?

શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ડંકી આ વર્ષે ક્રિસમસ નજીક એટલે કે 22 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં લીડ એક્ટ્રેસ અને સ્પેશિયલ અપિયરન્સમાં તાપસી પન્નુ જોવા મળશે. સાથે વિકી કૌશલે પણ ફિલ્મમાં સ્પેશિયલ અપિયરન્સ આપી છે. તો ફિલ્મમાં બોમન ઈરાનીએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ રેડ ચિલી એન્ટરટેઈનમેન્ટ અને જિયો સ્ટુડિયોના બેનર બની છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

2 COMMENTS

Comments are closed.