ગરમીના પગલે ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં પ્રણીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા

    0
    204

    ગાંધીનગરમાં ગ્લોબલ વોર્મિગની અસર પ્રાણીઓમાં ના થાય અને તમામ પ્રાણીઓને અનુકુળ વાતાવરણ મળી રહે તે માટે વન વિભાગ કટિબદ્ધ બન્યું છે.ત્યારે  ગાંધીનગર ના ઇન્દ્રોડા પાર્ક ખાતે સફેદ વાઘ સહિત અન્ય વન્ય પ્રાણીઓને ઠંડક આપવામાં આવી રહી છે.અને તમામ પશુ પંખીઓ ને કુદરતી વાતવરણ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ ગ્લોબલ વોર્મિગની ની અસર વર્તાઈ રહી છે જેના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવી જાય છે .કમોસમી વરસાદની આગાહી ની સાથે સાથે હાલ આકરી ગરમી પડી રહી છે. ત્યારે કાળઝાળ ગરમીમાં ગાંધીનગરના પ્રકૃતિ ઉદ્યાન ખાતે રાખેલા સફેદ વાઘ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે તમામ વન્ય હિંસક પ્રાણીઓ માં સફેદ વાઘનો મિજાજ અલગ હોય છે ત્યારે પ્રકૃતિ ઉદ્યાનના અધિકારીઓ દ્વારા સફેદ વાઘ સહિત અન્ય પશુ પંખીઓને ગરમી સામે રક્ષણ મળી રહે તે માટે ખસ ની વિશેષ પડદી ઉપરાંત સ્પ્રિંકલ થી સતત પાણી નો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અહીં રાખેલા દીપડા માટે પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત અન્ય પંખીઓને અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે ગાઈડ લાઈન મુજબ અને વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર ઠંડકનો અહેસાસ કરવામાં આવી રહ્યો છે.જોકે હાલ વેકેશનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગાંધીનગરના પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતમાં પણ વધારો જોવા મળે છે અક્ષરધામની મુલાકાતે આવતા લોકો પ્રકૃતિ ઉદ્યાનને ખાસ મુલાકાત લે છે જેમાં સફેદ વાઘ એક અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.