ગુજરાત દેશનો સૌથી મોટો દરિયા કિનારો ધરાવે છે. દરિયા કિનારો દેશની સુરક્ષાને લઇને પણ મહત્વનું સ્થાન ધરાવે છે. તેવામાં કચ્છના દરિયા કિનારેથી નશા અથવા ભારતને નુકશાન પહોંચાડવાનો સામાન ઘૂસાડવાનાં કાવતરા દુશ્નમ દેશો દ્વારા કરવામાં આવે છે. જેનો સિલસિલો યથાવત છે. તમને જણાવી દઇએ કે 22 એપ્રીલના રોજ બીએસએફ અને મરીન પોલીસ તથા સ્ટેટ ઇન્ટેલિજન્સની ટીમોને ભુજના જખૌ કિનારાના ખીદરત બેટ પરથી ત્રણ ચરસના પેકેટ મળી આવ્યા હતા. મળી આવેલા પેકેટનું વજન પ્રતિ પેકેટ એક કિલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તમામ પેકેટ પ્લાસ્ટીકમાં કવર કરીને રાખવામાં આવ્યા હતા. અને તેના પર કેમેરૂન લખ્યું હતું.



