સીનીયર સીટીઝન માટે સેવિંગ સ્કીમ ના રોકાણ માં કરાયો વધારો
જોઈન્ટ એકાઉન્ટ માં ૭.૫ લાખ ને અધરી ૧૫ લાખ કરાયા
જો તમને પણ નાની નાની બચત કરવા માં રસ છે તો આ સમય આપના માટે ખુબ જ શાનદાર છે. કારણકે નાની બચત યોજનાઓ કરી ને જ તમે ઓછા રોકાણ માં વધુ ઇન્વેસમેન્ટ મેળવી શકો છો.સરકાર સમયે સમયે આ યોજનાઓ માં ફેરફાર કરતા જ રહે છે જેથી લોકો ને પણ તેનો ફાયદો મળી રહે છે.
સરકાર દ્વારા ચલાવામાં આવતી આવી સ્મોલ એટલે કે નાની બચત યોજનાઓ વિષે નાગરિકો ને અવેર પણ કરવા માં આવે છે.જેનો લાભ સૌથી નાના માં નાના વ્યક્તિ ને પણ મળી રહે.
યોજનાઓ વિષે ની થોડી માહિતી
સુકન્યા સમૃદ્ધિ યોજના
કિસન વિકાસ પત્ર
સીનીયર સીટીઝન સેવિંગ સ્કીમ
પબ્લિક પ્રોવીદેન્ત ફંડ
પોસ્ટ ઓફીસ મંથલી ઇન્કમ સ્કીમ
પોસ્ટ ઓફીસ ટાઇમ ડીપોઝીટ
સરકારે હાલ માં જ બચત યોજનાઓ ઉપર વ્યાજદર ઘટાડ્યો છે તેમજ સીનીયર સીટીઝન સેવિંગ સ્કીમ માં પણ રોકાણદર વધાર્યો છે. જેનો સીધો જ ફાયદો નાના નાના કિસાનો તેમ જ મહિલાઓ ને પણ થશે અને મહિલાઓ પણ ઝડપી આત્માનિર્ભર બનવાનો નિર્ણય કરી શકશે.
નેશનલ સેવિંગ સર્ટીફીકેટ નો વ્યાજદર ૭% થી વધી ને ૭.૭% થઇ ગયો છે.
સીનીયર સીટીઝન સ્મોલ સેવિંગ સ્કીમ પર વ્યાજદર વધી ને ૮.૨% થઇ ગયો છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના માં રોકાણ પર હવે ૭.૬ થી ૮% સુધી નું રીટર્ન મળશે.
કિસન વિકાસપત્ર માં પણ રોકાણ માટેના મહિનાઓ ની લીમીટ ને ઘટાડી દેવા માં આવી છે.જે પેલા ૧૨૦ હતા તેની જગ્યા એ ૧૧૫ કરી દેવા માં આવ્યા છે.તેમ જ ૭.૫ % સુધી નું વ્યાજ પણ મળી શકશે.સરકારે વડીલો માટે ચાલી રહેલી સ્મોલ સેવિંગ સ્કીમ પર રોકાણ લીમીટ વધારી દીધી છે. તેમાં પણ સિંગલ એકાઉન્ટ માટે ૪.૫ લાખ રૂપિયા થી વધી ને ૯ લાખ કરી દેવાયા છે. તેમજ જોઈન્ટ એકાઉન્ટ પર ૭.૫ લાખ ની જગ્યા એ ૧૫ લાખ કરી દેવા માં આવ્યું છે.