યોગી સરકાર વિદ્યાર્થીઓને મુઘલોનો ઈતિહાસ નહીં ભણાવે

0
166

યોગી સરકારનું મુઘલોના મહિમા સામે અભિયાન શરુ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હવે અભ્યાસમાં મુઘલોના મહિમા સામે અભિયાન શરુ કર્યું છે. જેના કારણે યોગી સરકારે શાળાઓમાં વિદ્યાર્થીઓને મુઘલોનો ઈતિહાસ નહીં ભણાવવાનો મોટો નિર્ણય લીધો છે. આ માટે 12માના અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શૈક્ષણિક સત્ર 2023-24 માટે UP બોર્ડ અને CBSE બોર્ડના અભ્યાસક્રમને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ મુઘલ ઇતિહાસ, શીત યુદ્ધ વગેરેના પ્રકરણો દૂર કરવામાં આવ્યા હતા. આ અંગે યુપીના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે કહ્યું કે આપણી સંસ્કૃત આપણી સાંસ્કૃતિક ધરોહર છે. અમે અમારી નવી પેઢીને વારસાનો પરિચય કરાવવા માંગીએ છીએ. જૂના સમયમાં લોકો આપણી સંસ્કૃતિથી વંચિત રહેતા હતા. અમે લોકોને વાસ્તવિક સંસ્કૃતિ વિશે જણાવીશું. જે વિષયો હવે ધોરણ 12ના ઇતિહાસના પુસ્તકોમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી આમાં હસ્તપ્રતોની રચના, મુઘલ સમ્રાટો અને તેમના સામ્રાજ્ય, આદર્શ રાજ્ય, પદવીઓ, શાહી અમલદારશાહી, શાહી પરિવાર, માહિતી અને સામ્રાજ્ય અને મુઘલ ચુનંદા અને ઔપચારિક ધર્મ વિશે શીખવવામાં આવતું હતું. હવે યુપીના વિદ્યાર્થીઓ આ બધું નહીં વાંચે. આ ઉપરાંત નાગરિકશાસ્ત્રના પુસ્તકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.