દિવાળી ટાણે ખેડૂતોને ફરી રોવાનો વારો! ડુંગળી ની પુષ્કળ આવક વચ્ચે ભાવમાં મોટું ગાબડું, જાણો શું ચાલે છે ભાવ

0
51
ડુંગળી
ડુંગળી

સૌરાષ્ટ્ર ભરમાંથી દર વર્ષે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી ની મોટા પ્રમાણમાં આવક થતી હતો છે. આ વર્ષે પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની ડુંગળી ની આવકનો પ્રારંભ થવાની સાથે યાર્ડમાં ડુંગળી ના રોજીંદા 40 હજાર કટ્ટાની આવક જોવા મળી હતી. ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી અઢળક આવક જોવા મળી છે. આ સાથે જ ડુંગળીના ભાવમાં આગઝરતી તેજી વચ્ચે ભાવમાં મોટું ગાબડું પડ્યું છે.

માર્કેટ યાર્ડ ડુંગળીની ભરચક
સૌરાષ્ટ્રભરમાંથી દર વર્ષે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થતી હતો છે. આ વર્ષે પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની ડુંગળીની આવકનો પ્રારંભ થવાની સાથે યાર્ડમાં ડુંગળીના રોજીંદા 40 હજાર કટ્ટાની આવક જોવા મળી હતી અને ડુંગળીના 20 હજાર કટ્ટાનું વહેંચાણ જોવા મળ્યું હતું. પરંતું યાર્ડમાં જેમ જેમ દિવાળીનો તહેવાર નજીક આવતો જાય છે. તેમ ડુંગળીની આવકમાં વધારો થતો જાય છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ડુંગળીની આવકનો પ્રારંભ કરવામાં આવતા યાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની કતારો જોવા મળ્યાની સાથે 55 હજાર કટ્ટાની ડુંગળીની આવક થવા પામી હતી. જેમને કારણે માર્કેટ યાર્ડ ડુંગળીની ભરચક થઈ જવા પામ્યું હતું.

અઠવાડીયામાં ડુંગળીના ભાવમાં મોટું ગાબડુ
આ સાથે ડુંગળીની હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 550/-થી લઈને 700/- સુધીના બોલાયા હતા. હાલમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુ.પી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાંથી વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા આવે છે. તેમ છતા છેલ્લા એક અઠવાડીયામાં ડુંગળીના ભાવમાં મોટું ગાબડુ પડ્યું છે. વાત કરીએ ડુંગળીના ભાવની તો ગોંડલ માર્કેટ યાર્ડમાં એક સપ્તાહ પહેલા ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 1000/- સુધીના બોલાયા હતા.

ખેડૂતોને રડાવતી ડુંગળીના ભાવમાં આ વર્ષે તેજીનો માહોલ 
મોટા ભાગે ખેડૂતોને રડાવતી ડુંગળીની બજારમાં આ વર્ષે તેજીનો માહોલ જોવા મળ્યો છે.તેમ છતા માર્કેટ યાર્ડોમાં એક સપ્તાહમાં ડુંગળીની અઢળ આવક વચ્ચે ડુંગળીના ભાવમાં રૂપિયા 250/-થી 300/-સુધીનું ગાબડુ પડ્યું છે. તેમ છતા વિદેશમાં ડુંગળીની માંગને લઈને આ વર્ષે ડુંગળીના ઉચ્ચા ભાવ જળવાઈ રહે તેવું વેપારીઓનું માનવું છે. જેમને લઈને આગામી દિવસોમાં ડુંગળીની બજાર કેવી રહેશે એ જોવાનું રહ્યું.