ઉત્તરપ્રદેશમાં આફતનો વરસાદઃ24 કલાકમાં 34 લોકોના મોત

0
64
Disaster rains in Uttar Pradesh: 34 people died in 24 hours
Disaster rains in Uttar Pradesh: 34 people died in 24 hours

ઉત્તરપ્રદેશમાં આફતનો વરસાદ

24 કલાકમાં 34 લોકોના મોત

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી

ઉત્તરપ્રદેશમાં આફતની જેમ વરસાદ વરસી રહ્યો છે. નદીઓના જળસ્તરમાં અચાનક વધારો થયો છે. રસ્તાઓ પર વરસાદી પાણી આવી ગયા છે. ખેતરો અને કોઠારમાં સર્વત્ર પાણી જ પાણી દેખાય છે.ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદે 34 લોકોના જીવ લીધા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે દરેકને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. આંકડા મુજબ, વીજળી પડવાથી 17 લોકોના મોત, 12 લોકો પાણીમાં ડૂબી જવાથી અને 5 લોકો ભારે વરસાદને કારણે મૃત્યુ પામ્યા હતા.

જુદા જુદા જિલ્લામાં 34 લોકોના મોત થયા છે

સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો છે. ગાઝીપુરમાં બે અને મૈનપુરીમાં ચાર લોકોના મોત થયા છે. સંતકબીર નગરમાં ડૂબી જવાથી એક અને બદાઉનમાં બે વ્યક્તિનો જીવ ગયો. બરેલીમાં ચાર અને રાયબરેલીમાં પાંચ લોકોના મોત થયા છે. બાગપત, ઈટાવા, ઉન્નાવ, આગ્રામાં એક-એક મૃત્યુની પુષ્ટિ થઈ છે. જાલૌન, કાનપુર દેહાત, કન્નૌજમાં 2-2 મૃત્યુ થયા છે. બલિયામાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં આખા અઠવાડિયા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી

13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવાની સાથે હવામાન વિભાગે 46 જિલ્લાઓને યલો એલર્ટ પર મૂક્યા છે. છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદી નાળાના પાણી રસ્તા પર આવી ગયા છે. સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં નિર્દેશ આપ્યા હતા. પૂર, જળબંબાકાર અને રાહત કાર્યોની સમીક્ષા કરવા સાથે, તેમણે રાહત કમિશનરની કચેરીને ચેતવણી આપી. બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું કે પૂર અને જળબંબાકારની સમસ્યાઓના નિરાકરણ માટે નક્કર પ્રયાસો કરવા જોઈએ.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ