Diplomatic Stand:ટ્રમ્પની ધમકી છતાં સ્પેન ઝૂક્યું નહીં: ‘યુદ્ધ માટે ના’, ઈરાન સામે મિલિટરી બેઝ આપવાનો વડાપ્રધાન સાંચેઝનો સ્પષ્ટ ઇનકાર

0
97
Diplomatic Stand

Diplomatic Stand:અમેરિકાએ વેપારી સંબંધો તોડવાની ધમકી આપી છતાં સ્પેન પોતાના નિર્ણય પર અડગ | યુરોપિયન યુનિયન પણ સ્પેનના સમર્થનમાં આવ્યું, મિડલ ઈસ્ટના જંગમાં સ્પેન ભાગ નહીં લે.

મધ્ય પૂર્વમાં વકરી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા અને સ્પેન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી માટે સ્પેનના મિલિટરી બેઝનો ઉપયોગ કરવાની માંગ કરવામાં આવી હતી, જેને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે સ્પષ્ટપણે ફગાવી દીધી છે. ટ્રમ્પની વેપારી નાકાબંધીની ધમકી છતાં સાંચેઝે માત્ર ત્રણ શબ્દોમાં સ્પેનનું વલણ સ્પષ્ટ કર્યું: ‘યુદ્ધ માટે ના’ (No to War).

Diplomatic Stand: શું છે વિવાદનું મુખ્ય કારણ?

Diplomatic Stand

અમેરિકા સ્પેનમાં આવેલા રોટા અને મોરોન મિલિટરી બેઝનો ઉપયોગ ઈરાન પર હુમલા કરવા માટે કરવા માંગે છે. જોકે, આ બેઝનું સંચાલન સંયુક્ત રીતે થતું હોવા છતાં અંતિમ અધિકાર સ્પેન પાસે છે. સ્પેનનું કહેવું છે કે:

  1. ઈરાન પરના હુમલાને યુનાઈટેડ નેશન્સ (UN)ની મંજૂરી નથી.
  2. ૨૦૦૩ના ઈરાક યુદ્ધ જેવી અસુરક્ષાની લહેર યુરોપમાં ફરી ન ફેલાય તે માટે સ્પેન આ જંગથી દૂર રહેશે.

Diplomatic Stand: ટ્રમ્પની આર્થિક ધમકી અને સ્પેનનો જવાબ

સ્પેનના ઇનકારથી નારાજ ટ્રમ્પે અમેરિકન ટ્રેઝરી સેક્રેટરીને સ્પેન સાથેના તમામ વેપાર સંબંધો ખતમ કરવાની સૂચના આપી છે. ટ્રમ્પે સ્પેનના વલણને ‘ખૂબ ખરાબ’ ગણાવ્યું છે. સામે પક્ષે, સ્પેનના નાયબ વડાપ્રધાન મારિયા જીસસ મોન્ટેરોએ રોકડું પરખાવ્યું છે કે, સ્પેન કોઈ દેશનો આદેશ માની લે તેવો દેશ નથી.”

Diplomatic Stand:નાટો (NATO) અને યુરોપિયન યુનિયન (EU) નું વલણ

  • નાટો ખર્ચ: ટ્રમ્પ સ્પેનથી એટલા માટે પણ નારાજ છે કારણ કે સ્પેન રક્ષણ પાછળ GDPના ૫% ખર્ચ કરવાની માંગ સામે માત્ર ૨.૧% ખર્ચ કરવા તૈયાર છે.
  • EU નો ટેકો: યુરોપિયન યુનિયને સ્પેનને ટેકો જાહેર કરતા કહ્યું છે કે સ્પેન સામેની ધમકી એ સમગ્ર EU સામેની ધમકી સમાન છે. જર્મન ચાન્સેલરે પણ ટ્રમ્પને સમજાવ્યું છે કે સ્પેન સામે એકપક્ષીય કાર્યવાહી કરવી સરળ નથી.

 આર્થિક અસરો પર એક નજર

નિષ્ણાતોના મતે અમેરિકા માટે માત્ર સ્પેન સામે નાકાબંધી કરવી મુશ્કેલ છે કારણ કે વેપાર નીતિઓ સમગ્ર EU સ્તરે નક્કી થાય છે.

  • સ્પેનની નિકાસ: ૧૮.૬ અબજ ડોલર (ફાર્માસ્યુટિકલ્સ, ઓલિવ ઓઇલ, ગેસ).
  • GDP પ્રભાવ: અમેરિકા સાથેનો વેપાર સ્પેનના GDPના અંદાજે ૪.૪% જેટલો છે.

આ પણ વાંચો :પ્રમુખ મેક્રોનનો મોટો સૈન્ય નિર્ણય | અબુ ધાબીમાં રાફેલ જેટ્સ હાઈ એલર્ટ પર, સાયપ્રસની સુરક્ષા માટે ફ્રાંસની નેવી મેદાનમાં.