Dipika-Ranbir Dance : અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં પ્રેગ્નેટ દીપિકાએ લગાવ્યા ઠુમકા, ફેન્સ થયા ગુસ્સે ; કહ્યું પૈસા માટે….      

0
187
Dipika-Ranbir Dance
Dipika-Ranbir Dance

Dipika-Ranbir Dance : બોલિવૂડ પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. દંપતીએ આ અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ દ્વારા આ સારા સમાચાર શેર કર્યા છે. દીપિકા-રણવીરના પહેલા બાળકનો જન્મ સપ્ટેમ્બરમાં થવા જઈ રહ્યો છે. હાલમાં, દીપિકા અને રણવીર જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં હલચલ મચાવતા જોવા મળે છે.

Dipika-Ranbir Dance

બંનેના લુક સોશિયલ મીડિયા પર લોકપ્રીય છે. હવે બીજા દિવસના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વીડિયોમાં બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક દીપિકા પાદુકોણ-રણવીર સિંહ ડાન્સ કરતા જોવા મળે છે.

Dipika-Ranbir Dance  : દીપિકા પાદુકોણ-રણવીર સિંહનો ડાન્સ

પ્રેગ્નન્સીની જાહેરાત બાદ દીપિકા પાદુકોણ-રણવીર સિંહનો પહેલો ડાન્સ વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં જોરદાર ડાન્સ કરતા જોઈ શકાય છે. પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણનો આ ડાન્સ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકા-રણવીર અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં ‘નાગાડા સંગ ઢોલ’ અને ‘ગલા ગુડિયાં’ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

Dipika-Ranbir Dance  : ફેન્સ થયા ગુસ્સે ; કહ્યું પૈસા માટે….

1 23

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે ડાન્સ ફ્લોરને હલાવી દીધું હતું .પરંતુ  પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણના ડાન્સથી ફેંસ ઘણા નાખુશ જોવા મળ્યા હતા, ઘણા યુઝર્સે લખ્યું માત્ર પૈસા માટે આ લોકો ભૂલી જાય છે કે તેમના પેટમાં નાનું બાળક છે…અન્ય એક યુઝર્સે રણબીરને કેરલેસ પિતા પણ કહ્યો હતો…    

 જોકે ઘણા યુઝર્સ આ કપલના ડાન્સ મૂવ્સને ખૂબ પસંદ કરી રહ્યા છે. રણવીર-દીપિકાએ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ (Anant-Radhika Pre Wedding)માં ‘દિલ ધડકને દો’ના પ્રખ્યાત ગીત ‘ગલન ગુડિયાં’ પર ડાન્સ કર્યો હતો. વીડિયોમાં દીપિકા બ્લેક એન્ડ વ્હાઇટ અને બેજ કલરના લહેંગા પહેરેલી જોઈ શકાય છે. જ્યારે, રણવીર રણવીર બ્લૂ અને બ્લેક ટ્રેડિશનલ શેરવાનીમાં જોવા મળી શકે છે.   

ગુજરાતના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

દેશના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

યુટ્યુબ શોર્ટ્સ જોવા – અહી ક્લિક કરો