દિલની વાત 889 | જીવના જોખમે સ્ટંટ કેટલો યોગ્ય | VR LIVE

0
74
દિલની વાત 889 | જીવના જોખમે સ્ટંટ કેટલો યોગ્ય | VR LIVE
દિલની વાત 889 | જીવના જોખમે સ્ટંટ કેટલો યોગ્ય | VR LIVE

જીવના જોખમે સ્ટંટ કેટલો યોગ્ય
યુવાનોમાં વધી રહ્યો છે સ્ટંટ કરવાનો ક્રેઝ
સોશિઅલ મીડિયામાં છવાઈ જવા યુવાનો કરે છે સ્ટંટ
જોખમી સ્ટંટ કરતા યુવાનો મોંતને ભેટી રહ્યા છે
સેલ્ફી લેવાના ચક્કરમાં જીવના જોખમે સ્ટંટ
રીલ્સ બનાવવાના કરાતા સ્ટંટ બની રહ્યા છે જોખમી
અમદાવાદમાં સિંધુ ભવન રોડ બન્યો છે સ્ટંટ કરવાનો અખાડો
રાજકોટમાં 14 વર્ષનો ટેણીયો નીકળી પડ્યો કાર લઈને
14 વર્ષનો ટેણીયાએ 100ની સ્પીડ પર ચલાવી કાર
રીલ્સ બનાવવાના ચક્કરમાં સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો
યુવાનોના વાલીઓની કેટલી છે જવાબદારી
રસ્તા પર સ્ટંટ કરીને યુવાનો આપી રહ્યા છે તંત્રને પડકાર

અમદાવાદના અતિ વ્યસ્ત અને હાઈપ્રોફાઈલ એવા સિંધુ ભવન રોડ પર જોખમી સ્ટંટ કરતો એક યુવકનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયામાં જોવા મળી રહ્યું છે કે, યુવક મોપેડ પર જોખમી સ્ટંટ કરીને પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે, ત્યારે આ વીડિયો પોલીસ સુધી પહોંચતા પોલીસે પણ કાર્યવાહી કરી છે. હાલ પોલીસે આ યુવકની ધરપકડ કરી છે.તમને જણાવી દઇએ કે શહેરમાં જાણે પોલીસનો ડર અને કાયદાની બીક ન હોય તેવા વર્તનો યુવાનો કરી રહ્યા છે, તો છેલ્લા કેટલાક સમયથી જોખમી સ્ટંટ કરતા અનેક વિડીયો પણ સામે આવ્યા છે. ત્યારે આજે શહેરના અતિ વ્યસ્ત અને હાઈપ્રોફાઈલ એવા સિંધુ ભવન રોડ પર જોખમી સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો આ વીડિયોમાં યુવક ચાલુ મોપેડ પર ઉભો થઈને હાથ ખુલ્લા રાખીને સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. યુવકની આ કરતુતના કારણે પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે, ત્યારે આ બાબત સામે આવતા પોલીસે પણ ઝડપી કાર્યવાહી કરી છે અને સ્ટંટ કરનાર યુવકની ધરપકડ કરી છે

રાજકોટમાં

14 વર્ષનો ટાબરિયો મિત્રોને બેસાડીને 100થી વધુની સ્પીડે કાર ચલાવી
રીલ્સ ઉતારવાની લહાયમાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો