દક્ષીણ હરિયાણા થી દિલ્હી સુધીના વિસ્તારોની તરસ છીપાવતી કેનાલ જર્જરિત

0
159
દક્ષીણ હરિયાણા થી દિલ્હી સુધીના વિસ્તારોની તરસ છીપાવતી કેનાલ જર્જરિત
દક્ષીણ હરિયાણા થી દિલ્હી સુધીના વિસ્તારોની તરસ છીપાવતી કેનાલ જર્જરિત

હરિયાણા રાજ્યના કુરુક્ષેત્રમાંથી પસાર થતી નારવાના બ્રાંચ કેનાલ જે છેલ્લા દસ વર્ષ કરતા વધુ સમય વીત્યો છતાં સમારકામ કરવામાં નથી આવી રહ્યું. આ કેનાલ દક્ષીણ દિલ્હીથી લઈને દિલ્હી સુધીના તમામ વિસ્તારોની તરસ છીપાવવાનું કામ કરી રહી છે. આ કેનાલ મોટા ભાગના વિસ્તારોમાં જર્જરિત થઇ ગઈ હોવાથી પુનઃ નિર્માણ અને સમારકામ માટે રાહ જોઇને બેથી છે કારણકે કરોડો લીટર પાણી વેડફાઈ ચુક્યું છે . આ વિસ્તારના સ્થાનિકો, ખેડૂતો વારંવાર રજૂઆત કરી રહ્યા છે પણ તંત્રના બહેરા કાને જાણે આ વાત પહોંચી છે પણ કામ કરવાની ઇચ્છાશક્તિ જણાતી નથી. આ કેનાલ એટલી નબળી પડી ગઈ છેકે અને તેની પાણીની વાહન શક્તિ કરવામાં નબળી પડી ગઈ છે. જેણે કરને 1300 કયુસેક પાણી ઓછું છોડવામાં આવી રહ્યું છે. અને આ પાણીની ભરપાઈ સતલુજ યમુના લિંક દ્વારા કરવામાં આવી રહ્યું છે. પરંતુ જ્યારથી આ કેનાલ નબળી પડી છે ત્યારથી સિચાઈ વિભાગના અધિકારીઓ કેનાલ નબળી પડી તે હકીકત સ્વીકારી રહી છે અને કેન્દ્રીય જળ પંચે આ અહેવાલ પણ આપ્યો છે.

અહી ઉલ્લેખનીય છેકે અંબાલા જાનસુઈ હેડથી નીકળ્યા બાદ કેનાલ શાહબાદના ધાલ્લા માજરા ગામની કુરુક્ષેત્રની સરહદમાં પ્રવેશે છે જે લગભગ 31 કિલોમીટરનું અંતર કાપીને ધર્મ નગરી થઈને કરનાલાના બુધેડા હેડ સુધી પહોંચે છે. અહીંથી કરનાલ અને પાનીપત થઈને દિલ્હી પહોંચે છે . શરૂઆતમાં આ કેનાલની પાણી વાહનની શક્તિ 3792 કયુસેક રાખવામાં આવી છે પરંતુ જર્જરિત હાલતને કારણે પાણી ઓછું છોડવામાં આવી રહ્યું છે. બ્રાંચ કેનાલની હાલત જે પ્રમાણે નબળી પડી છે તે જોતા તેનું પુનઃ નિર્માણ ક્યારે થશે તે અંગે કોઈ કહેવા તૈયાર નથી અને આને કારણે કેનાલ જે વિસ્તારમાંથી પસાર થઇ રહી છે તે વિસ્તારના ખેડૂતો, સ્થાનીકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વરસાદની સિઝનમાં આ કેનાલ ઓવર ફલો થાય છે ત્યારે ભારે હાલાકીનો સામનો લોકોને કરવો પડે છે.

આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ આ કેનાલની હાલત અ પ્રમાણે જ જર્જરિત જોવા મળી છે સિંચાઈ વિભાગે પણ લગભગ ચાર વર્ષ પહેલા કેનાલના રીપેરીંગ અને પુનઃ નિર્માણનો અંદાજ તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલી આપ્યો છે. અને રીપોર્ટમાં ખુલાસો પણ કરવામાં આવ્યો હતો કે જેથી સમારકામ કાર્ય પછી નરવાણા બ્તંચ કેનાલમાં તેનીમ ક્ષમતા પ્રમાણે પાણી છોડી શકાય આ કેનાલ સમારકામ અને પુનઃ નિર્માણ માટે અંદાજે 160 કરોડનો ખર્ચ થશે તેમ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો . વર્ષ ૨૦૧૦આ નબળી પડેલી કેનાલ દ્વારા વર્ષ 2010માં જે તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા તે સ્થાનિકો ક્યારે ભૂલી નહિ શકે પણ હવે રાજ્ય સરકાર ક્યારે આ કેનાલનું પુનઃ નિર્માણ કરાવશે તે સમયના ગર્ભમાં છે.