Diabetes Tirazeptide  :  સ્થૂળતા – ડાયાબિટીઝની ‘રામબાણ’ દવાને ભારતમાં મંજુરી, જલ્દીથી આવશે માર્કેટમાં

0
116
Diabetes Tirazeptide
Diabetes Tirazeptide

Diabetes Tirazeptide  :   ભારતમાં ડાયાબિટીઝ અને સ્થુળતાનો સામનો કરતા કરોડો લોકો માટે ખુશખબર સામે આવી છે, એક એવી દવાને ભારતમાં લોન્ચ કરવાની તૈયારી છે  જેને આ બંને ‘રોગ’ માટે વિશ્વ માં બ્લોકબ્લાસ્ટર  દવા ગણવામાં આવે છે, ‘સ્થુળતા’ અને ડાયાબિટીઝનો સોલિડ ઇલાજ કરતી  અમેરિકાની દવા ભારતમાં જલ્દી જ બજારમાં લોન્ચ કરવામાં આવશે, માત્ર હવે  આ દવાને DCGIની મંજુરી જ બાકી રહી છે, આ દવાનું નામ ટિરજેટટાઇડ’ છે,

Diabetes Tirazeptide

Diabetes Tirazeptide  :   શું તમે પણ વધતા વજનથી પરેશાન છો ? શું ડાયાબિટીસ તમને પરેશાન કરે છે? જો હા તો તમારા માટે એક સારા સમાચાર છે. લોકપ્રિય વજન ઘટાડવા અને ડાયાબિટીસની દવા Tirazeptide ભારતીય બજારમાં પ્રવેશવાની શકયતા પ્રબળ બની છે. જો કે તેની લોન્ચિંગની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. તે હાલમાં યુ.એસ.માં મોંજારો અને જેપબાઉન્ડકના નામથી વેચાય છે.

Diabetes Tirazeptide

અમેરિકન ફાર્માસ્યુયટિકલ કંપની એલી લિલી દ્વારા બનાવવામાં આવેલી બ્લોકબ્લાસ્ટર દવા ટિર્ઝેપ્ટાાઈડને ભારતમાં લોન્ચિગ  કરવાની તૈયારીમાં છે. આ દવા ડાયાબિટીસ અને વજન ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે.

Diabetes Tirazeptide  :   DCGI ની મંજુરી બાકી

પ્રાપ્ત માહિતી અનુસાર, આ દવાને સેન્ટ્રાલ ડ્રગ્સ્ સ્ટાટન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની વિષય નિષ્ણાત સમિતિ તરફથી આયાત અને માર્કેટિંગ માટે લીલી ઝંડી મળી ગઈ છે. આ ભલામણના આધારે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) તરફથી અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

Diabetes Tirazeptide

Diabetes Tirazeptide  :   સમિતિએ ૨.૫ મિલિગ્રામથી ૧૨.૫ મિલિગ્રામ સુધીના છ અલગ-અલગ ડોઝમાં ઇન્જેરક્ટેિબલ દવાની સિંગલ ડોઝ શીશીઓ અને પ્રી-ફિલ્ડ૨ પેન આયાત કરવાની મંજૂરી આપી છે. જો કંપની આ દવાને બજારમાં લોન્ચ કરે છે, તો તે ભારતમાં ઉપલબ્ધ થનારી આ શ્રેણીની પ્રથમ દવા બની જશે. તમને એ પણ જણાવી દઈએ કે નોવો નોર્ડિસ્કના સેમેગ્લુ‍ટાઈડના ઓરલ વર્ઝનને પણ મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં તે ડાયાબિટીસને મટાડે છે. જો કે આ વજન ઘટાડવામાં મદદ કરતું નથી.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો