પાક્કું…. આ સમાચાર વાંચી તમે DHONI ના ફેન થઇ જશો

0
182
DHONI
DHONI

DHONI : ક્રિકેટના ભગવાન, ઇન્ડિયા વોલ, માસ્ટર બ્લાસ્ટર,દાદા,સર ,,, આ બધા ઉપનામ ક્રિકેટમાં તમે ખેલાડીઓના સાંભળ્યા હશે, પરંતુ એક એવો ખેલાડી છે જેને થાલા કહીને સંબોધવામાં આવે છે, આપણો કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની,,, ધોની તેની રમત ની સાથે સાથે તેના વ્યવહારના લીધે પણ લોકોમાં પોતાનું અલગ સ્થાન ધરાવે છે, ભાગ્યે જ કોઈ ખેલાડી વિશે લોકોમાં આટલો પ્રેમ અને આદર જોવા મળતો હશે, ત્યારે ફરીવાર એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જોઇને તમે ફરીવાર ધોનીના ફ્રેન થઇ જશો….             

DHONI

  

DHONI : ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આગામી IPL સિઝન માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. ધોની રાંચીમાં ટ્રેનિંગ કરી રહ્યો છે. આ દરમિયાન તેના બેટની એક તસવીર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. ધોની નેટ્સમાં જે બેટ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો તેના પર એક સ્ટીકર લાગ્યું છે. આ સ્ટીકર ધોનીના બાળપણના મિત્રની દુકાનનું છે.

DHONI  : બાળપણના મિત્રની દુકાનનો પ્રચાર કરવાની અનોખી રીત

DHONI

ચાહકોને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે આ ધોનીની તેના બાળપણના મિત્રની દુકાનનો પ્રચાર કરવાની અનોખી રીત છે. એમએસ ધોનીએ ઘણી વખત કહ્યું છે કે તેને બાળપણથી ઘણા લોકોનો સાથ મળ્યો છે અને તે મિત્રો હજુ પણ ધોનીને પ્રેમ કરે છે. ધોનીને તેના મિત્રની મદદથી કરિયરમાં પ્રથમ વખત બેટ સ્પોન્સર મળ્યું હતું. ધોનીના બાળપણના મિત્ર પરમજીત સિંહ ધોનીના સમર્થક રહ્યા છે.

DHONI  : ગત IPL સિઝનમાં પણ કર્યા હતા પ્રમોશન

DHONI

આ પહેલીવાર નથી જ્યારે ધોની પોતાના બેટ દ્વારા કોઈ કંપનીને પ્રમોટ કરી રહ્યો હોય. ગયા વર્ષે ધોનીએ IPLની સિઝન તેના બેટ પર જૂના સ્પોન્સરના સ્ટીકરો સાથે વિતાવી હતી. આમ ધોનીએ તમામ જૂના સ્પોન્સર્સનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે તેને મદદ કરી હતી. ODI World Cup 2019માં પણ ધોનીએ અલગ-અલગ બ્રાન્ડના સ્ટીકરવાળા ઘણા બેટનો ઉપયોગ કર્યો હતો.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने