માં અંબાની ‘જય આદ્યાશક્તિ’ આરતી કોણે લખી હતી

0
687
માં અંબાની 'જય આદ્યાશક્તિ' આરતી કોણે લખી હતી
માં અંબાની 'જય આદ્યાશક્તિ' આરતી કોણે લખી હતી

માં અંબાની ભક્તિ શક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે અને ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રી દરમિયાન માં અંબાની ભક્તિ કરવાનો અવસર હોય ત્યારે વિશ્વનું સૌથી મોટું નૃત્ય ગરબો પણ આપણા ગરવી ગુજરાતની ઓળખ છે. માં અંબાની આરાધના કરવા માતાજીની આરતી કરવામાં આવે છે પણ દરેક શ્રદ્ધાળુઓના મોઢે ગવાતી માં અંબાની આરતી કોણે લખી તે જાણો છે ? માતાજીની આરતીની છેલ્લી પંક્તિમાં તેમનું નામ પણ આવે છે છતાં મોટાભાગના લોકો અજાણ છે . આરતીના રચઈતા છે ભક્ત શિવાનંદ સ્વામી.. સુરતના શિવાનંદ સ્વામીનો ભણે શિવાનંદ સ્વામી કરીને આરતી કરતી વખતે આ શબ્દ બોલાય છે . ચાલો જાણીએ આ શીવાનાદ સ્વામી કોણ હતા . સુરતના શીવાનાદ સ્વામી મૂળ વડનગરના નાગર બ્રાહ્મણ હતા. આરતી કરતી વખતે છેલ્લી પંક્તિમાં એનો ઉલ્લેખ પણ છે. ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુ:ખ હરશે. શિવાનંદ સ્વામીનો જન્મ ૧૬મી સદીના અંત ભાગમાં થયો હોવાનું માનવામાં આવે છે. શિવાનંદ સ્વામીના પિતાનું નામ વાદુદેવ પંડ્યા હતું. માત્ર બાર વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું હતું.

1 51

શિવાનંદ સ્વામીના કુળમાં વિદ્વતા પૂર્વજોના આશીર્વાદથી સદીઓથી ચાલતી આવતી હતી. તેમના દાદા પણ તે સમયે ખુબ જ પ્રખ્યાત શાસ્ત્રી હતા . તાપી નદીના કિનારે રામનાથ ઘેલા નામના મહાદેવના મંદિર આ કુટુંબનું સ્થાનક છે . બાળપણથી જ દેવાધિદેવ મહાદેવમાં અસ્થા હતી. શિવાનંદ સ્વામીને પિતાની છત્ર છાયા ગુમાવી ત્યાર પછી મહાદેવના શરણે જ મોટા ભાગનો સમય વિતાવ્યો.

કાકા મને સરસ્વતી આપો અને માં અંબાની આરતીનું સર્જન થયું

મહાદેવના આશીર્વાદથી શિવાનંદ સ્વામીને જીભ પર માં સરસ્વતીનો વાસ થયો સંસ્કૃત ગ્રંથોનું પઠન અને તેમનું પ્રભુત્વ તે સમયે જગજાહેર હતું. પરંતુ જયારેતેમના કાકા સદાશિવ પંડ્યાની અંતિમ ઘડી નજીક આવી ત્યારે અમને તેમના બે પુત્રોને અને ભત્રીજા શિવાનંદને બોલાવીને સરસ્વતી કે લક્ષ્મી માંગવા કહ્યું . આ પરીવાતમાં તે સમયે ખુબ જ જાહોજહાલી અને સમૃદ્ધિ હતી. કાકા સદાશિવના પુત્રોએ લક્ષ્મી માંગી અને શિવાનંદ સ્વામીએ સરસ્વતી !…બસ ત્યારથી શીવાનાદ સ્વામી મહાન વિદ્વાન તરીકે પ્રસિદ્ધ થયા અને તેમની પંડિતાઈ ભારતવર્ષમાં ચર્ચા થવા લાગી. માં અંબાની આરતી તી લખી પરંતુ તે ઉપરાંત હિંડોળાના પદ , શીવ્સ્તુરીના પદ , વસંત પૂજા સહિત અનેક પ્રકારનું સહિત સર્જન સોળમી સદીમાં કર્યું . પંચાક્ષરી મંત્ર તેમને તેમના કાકા સદાશિવ પંડ્યાએ આપ્યો હતો અને ત્યાર પછી શિવાનંદ સ્વામીનું જીવન બદલાઈ ગયું. શીવાનાદ સ્વામીએ ગણેશજી, હનુમાનજી, ભૈરદ્દાદા , જ્યોતિર્લીંગની પણ આરતી લખી છે.

કવિ નર્મદે કવિ ચરિત્ર નામના પુસ્તકમાં શિવાનંદ સ્વામીનો ઉલ્લેખ ગુજરાતી ભાષાના મહાન કવિ તરીકે કર્યો. કવિ નર્મદના બીજા પત્ની ડાહીગૌરી શીવાનાદ સ્વામીના વંશજ હતા. શિવાનંદ સ્વામીની છઠ્ઠી પેડીએ થયેલા ત્રિપુરાનાદના તેઓ પુત્રી હતા. વિક્રમ સંવત 1657 એટલેકે ઈ.સ.1061માં શીવાનાદ સ્વામીને માતાજીનો સાક્ષાત્કાર થયાનો અહી ઉલ્લેખ છે. તેમને જે આરતીની રચના કરી હતી તેમાં 17 કડીઓ હતી પરંતુ ત્યાર બાદ તેમાં અમુક કડીઓ ઉમેરાતી ગતિ અને હાલ 21 કડીઓમાં માં અંબાની આરતી કરાય છે. જાહેવાય છે શીવાનાદ સ્વામી સદા ત્રણ દાયકા સુધી નર્મદા તાપીના કિનારે ભટક્યા હતા. અને નર્મદા કિનારે

માં અંબાના દર્શન થયા. તેમને આદ્ય શક્તિ આરતીની છેલ્લી પંક્તિમાં લખ્યું છે

સંતવ સોળ સત્તાવન સોળસે બાવીસ મા,

સંતવ સોળે પ્રગટ્યાં;

રેવાને તીરે.મા ગંગાને તીરે.

જય હો! જય હો! મા જગદંબે.