યાત્રાધામ શામળાજી સહિત ગુજરાતભરમાં નંદ ઘેર આનંદ ભયોની ગુંજ

0
268
યાત્રાધામ શામળાજી સહિત ગુજરાતભરમાં નંદ ઘેર આનંદ ભયોની ગુંજ
યાત્રાધામ શામળાજી સહિત ગુજરાતભરમાં નંદ ઘેર આનંદ ભયોની ગુંજ

શામળાજી મંદિરમાં ઠાકોરજીના જન્મોત્સવ પર્વમાં મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ પૂરી કરવામાં આવી છે શામળાજી માં ઘોડાપૂર મંદિરમાં ઉમટ્યું છે. જન્માષ્ટમી નિમિત્તે શામળાજી માં 60 વર્ષના વયોવૃદ્ધે વાંસળી વગાડીને ભગવાનના જન્મોત્સવને મનાવ્યો હતો. કેટલાક ભક્તોએ મંદિર પરિસરમાં ભજન કીર્તન સાથે ગરબા પણ ગાયા હતા.

જન્મોત્સવની ઉજવણી માટે અમદાવાદમાં ઇસ્કોન મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

ભક્તિમય વાતાવરણમાં સહ પરિવાર પહોંચ્યા ભક્તો મંદિરમાં

મંદિર

અમદાવાદમાં ઇસ્કોન મંદિરમાં  જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે ભાવિ ભક્તોની ભીડ જોવા મળી. શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમ્યું હતું. અને દર્શન માટે લાંબી લાઈનો લાગી છે. જન્માષ્ટમીના પાવન પર્વ પર શહેરીજનો ભગવાન ક્રિશ્નના દર્શન અને જન્મોત્સવના વધામણા કરવા ભક્તિમય વાતાવરણમાં સહ પરિવાર પહોંચ્યા હતા. મંદિર સંચાલકો દ્વારા ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોએ કન્હાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

જન્મોત્સવ પર્વમાં પરિવારની મહિલા દ્વારકામાં વિખુટા પડતા શી ટીમ મદદે આવી

દિલ્હીની મહિલાએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી

શી ટીમ

જગત મંદિર દ્વારકામાં દેશભરના ભક્તો જગત મંદિરમાં પહોંચ્યા છે અને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે ત્યારે તંત્ર અને પોલીસ ખડેપગે ભક્તોની મદદ માટે કામગીરી કરી રહી છે ત્યારે દ્વારકા શી ટીમની કામગીરીના વખાણ થઇ રહ્યા છે.  જન્માષ્ટમી પર્વે દર્શનાર્થીઓમા દિલ્હીથી આવેલ એક દર્શનાર્થી પોતાના પરિજનોથી વિખૂટા પડી જતા શી ટીમ દ્વારા તેઓને તેમના પરિવારજનો સાથે મેળાપ કરાવવામા આવતા દર્શનાર્થી મહીલા દ્વારા ભાવુકતા સહ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.

સુરતમાં દહીં હાંડીના કાર્યક્રમમાં સ્ટંટ કરવા જતા યુવકનો ચહેરો સળગ્યો

સોશિઅલ મીડિયામાં વિડીઓ વાઈરલ થયો

યુવક

શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં ભક્તો તલ્લીન છે અને દેશભરમાં કૃષ્ણ મંદિરોમાં ભાવિકો વહેલી  સવારથી દર્શન માટે ઉમટી પડ્યા છે ત્યારે સુરતમાં દહીં હાંડીના કાર્યક્રમમાં સ્ટંટ કરવા જતા યુવકનો ચહેરો સળગ્યો હતો. સોશિઅલ મીડિયામાં  આ વિડીઓ વાઈરલ થતાજ લોકો ચોંકી ગયા હતા. ત્યારે એક સંદેશો ચોક્કસ મળે છે કે ધાર્મિક પ્રસંગોમાં ખુબ જ સાવચેતી રાખીને ઉજવણી કરવી જોઈએ

યાત્રાધામ શામળાજીમાં પોલીસ જવાનો ધજા લઇને પહોચ્યા હતા, એસઆરપીના જવાનો પોલીસ બેંડ લઇને પહોચ્યા હતા, અને ગરબા પણ કર્યા હતા,  શામળાજીમાં વર્ષોથી પરંપરા રહી છે કે એસઆરપીની સ્થાનિક કંપનીઓ અહી ધજા લઇને આવે છે . જે પરંપરા આ વખતે પણ જવાનોએ જાળવી હતી.