અષાઢ માસ ની ગુપ્ત નવરાત્રી સોમવાર થી શરુ, કયા સમયે કરશો ઘટ સ્થાપન

0
516

 

અષાઢ માસની નવરાત્રી નું શુ છે મહત્વ

ગુપ્ત નવરાત્રી માં કેવી રીતે કરાય છે ઘટ સ્થાપન

અષાઢ માસની ગુપ્ત નવરાત્રી નો ખાસ મહત્વ છે, કારણ કે અષાઢ માસના ગુપ્ત નવરાત્રી માં કરાયેલી પુજા વિશેષ ફળ આપે છે, ખાસ પુજાથી જીવન સુખયમ થાય છે, ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ગુપ્ત નવરાત્રી ને ગુપ્ત સિદ્ધિઓની પ્રાપ્ત કરવા માટે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ વિશ્વામિત્રએ આ અષાઢ માસની ગુપ્ત નવરાત્રી ની પૂજા કરી અસીમ શક્તિઓ મેળવી હતી તેમજ આ દરમિયાન રાવણના પુત્ર મેઘનાથે કઠોર તપ કરીને ઈન્દ્રને હરાવ્યો હતો. એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ સાધક ગુપ્ત રીતે કોઈ ચોક્કસ સમયે દેવીના પવિત્ર નવ સ્વરુપની સાધના કરે તો તેના પર માં દુર્ગાની અસીમ કૃપા થાય છે અને તેને સુખ-સમુદ્ધિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. 

સ્થાપના

હિન્દુ પંચાગ પ્રમાણે વર્ષમાં 4 વાર નવરાત્રીનું પર્વ ઉજવવામાં આવે છે. જેમાં બે ગુપ્ત નવરાત્રી હોય છે. 19 જૂન 2023 ના રોજ સોમવારના રોજથી આ અષાઢ માસ ની ગુપ્ત નવરાત્રી નો આરંભ થઈ રહ્યો છે. જે 28 જૂન 2023 ના રોજ  પુર્ણ થશે. આ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની વિધિ-વિધાનથી પૂજા- અર્ચના કરવામાં આવે છે. આ પછી દશમ સુધી 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રી દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી આરંભ થાય છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે અષાઢ માસના ગુપ્ત નવરાત્રી માં માતાના નવ સ્વરૂપોની સાચા મનથી પૂજા- આરાધના કરવાથી જીવનમાં સુખ- સમૃદ્ધિ આવે છે. 

2023ના અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી નો શુભ સમય

આ બાબતે માન્યતાઓ પ્રમાણે ગુપ્ત નવરાત્રી દરમિયાન દેવીના નવ સ્વરૂપોની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવતી હોય છે. અને આમાં તાંત્રિક ઘટસ્થાપન કરતા હોય  છે. તેમજ જે લોકો ગૃહસ્થ જીવનમાં હોય તેઓ સામાન્ય પૂજા કરતા હોય છે. હિન્દુ પંચાગ મુજબ અષાઢ મહિનાની પ્રતિપદા તિથિની શરુઆત 18 જૂન 2023 ને રવિવારના રોજ સવારે 10: 06 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 19 જૂન, 2023ના સોમવારના રોજ સવારે 11:25 વાગ્યા સુધી રહેશે. 

ઘટસ્થાપન માટેનં શુભ મુહૂર્ત –

તારીખ 19 જુન 2023 સવારે 5.30થી 7.27 સુધી એટલે કે સવારનો મુહર્ત રહેશે

ઘટસ્થાપન માટે અભિજિત મુહૂર્ત – તા. 19 જૂન, 2023 સવારે 11:55 થી બપોરે 12:50 સુધી

શું છે આ અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી નું મહત્વ

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ગુપ્ત નવરાત્રીને ગુપ્ત સિદ્ધિઓની પ્રાપ્ત કરવા માટે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ વિશ્વામિત્રએ આ ગુપ્ત નવરાત્રિ ની પૂજા કરી અસીમ શક્તિઓ મેળવી હતી તેમજ આ દરમિયાન રાવણના પુત્ર મેઘનાથે કઠોર તપ કરીને ઈન્દ્રને હરાવ્યો હતો. એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ સાધક ગુપ્ત રીતે કોઈ ચોક્કસ સમયે દેવીના પવિત્ર નવ સ્વરુપની સાધના કરે તો તેના પર માં દુર્ગાની અસીમ કૃપા થાય છે અને તેને સુખ-સમુદ્ધિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.