ધનતેરસ :ધન્વન્તરી દેવના પૂજનનું મહાત્મ્ય

0
184

ધનતેરસ મહિમા શાસ્ત્રોમાં ઋષિમુનિઓએ કરેલા વર્ણન પ્રમાણે મંદિરોમાં વિશિષ્ટ પૂજનનું આયોજન કરવામાં આવે છે. દિવાળીના તહેવારોની ઉલ્લાસપૂર્વક ઉજવણીનો પ્રારંભ થઇ ગયો છે. આજે દેશભરમાં ધનતેરસનું પર્વ ઉજવાશે. ધનતેરસે કરેલી પૂજા એ સહસ્ત્રગણી ફળદાયી હોય છે.આજના દિવસે ગુજરાતમાં કરોડો રૂપિયાના સોનાનું વેચાણ થશે આયુર્વેદના ડોક્ટરો ધન્વન્તરી પૂજન કરશે ધનતેરસ નિમિત્તે મંદિરોમાં વિશિષ્ટ પૂજન સહિતના આયોજન કરવામાં આવશે. શાસ્ત્રવિદોના મતે ધન તેરસના અને ધનના પૂજનના દિવસ એમ ધનતેરસના બે અર્થ થાય છે. ગાયોનું ધણ પણ ધન કહેવાતું અને જેના કારણે આ દિવસે ગાયોની પણ પૂજા થાય છે. આ દિવસે સોના- ચાંદીના દાગીના ખરીદવામાં આવે છે. ગુજરાતમાંથી આવતીકાલે કરોડો રૂપિયાના સોના-ચાંદીનું વેચાણ થશે. ધનતેરસના દિવસે ધન્વન્તરીનું પ્રાગટ્ય થયું હોવાથી ધન્વન્તરી ત્રયોદશી પણ કહેવામાં આવે છે. ધનતેરસને આરોગ્યની આરાધનાનું પર્વ પણ કહેવાય છે. આયુર્વેદ ડોક્ટરો આ દિવસે ખાસ ધન્વન્તરીનું પૂજન કરે છે. શાસ્ત્રવિદોના મતે ધનતેરસે ધન્વંતરી દેવ અને અને કુબેર દેવનું પૂજન કરવામાં આવે છે .આજના દિવસે ધન પૂજન સહિત માં લક્ષ્મીની આરાધના તથા આરોગ્યની સુખાકારી માટે વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. દિપાવલી પર્વમાં આ વર્ષે સોના , ચાંદીની ખરીદી પણ થઇ રહી છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ,સુરત સહિતના શહેરોમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે. આજે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે

ધન્વન્તરી જ્યારે સમૃદ્ધિ-ઐશ્વર્યના દેવ કુબેર છે. લક્ષ્મીકૃપા તેની જ સાર્થક થઇ ગણાય જેનું આરોગ્ય સારું ઐશ્વર્ય-સમૃદ્ધિ ભોગવી શકે. માતાજીને કમળના પુષ્પ ગુલાબના પુષ્પો અને શ્વેત સુગંધિત પુષ્પો તેમજ ગાયના દૂધમાંથી બનાવેલી કોઈપણ મીઠાઈ એમને અતિપ્રિય છે.

બ્રહ્મપુરાણમાં કહેવાયું છે કે ધનતેરસના દિવસે લક્ષ્મીજી સમગ્ર રાત્રિ દરમિયાન વિહાર કરવા નીકળે છે. આ દિવસે લક્ષ્મીનું પૂજન કરવાથી સંપત્તિ પવિત્ર બને છે. ‘દીપાવલી પૂજાપ્રયોગ દરમ્યાન ધનતેરસે લક્ષ્મીપ્રાપ્તિ માટે કરવાના મંત્ર આ પ્રમાણે છે.૧. શ્રી ક્લીં મહાલક્ષ્મયૈ નમઃ (આ મંત્ર જાપ કરવો)૨. ૩ શ્રી હ્રીં શ્રી કમલે કમલાલયેપ્રસીદ, પ્રસીદ શ્રીં હ્રીં શ્રી ૐ મહાલક્ષ્મયૈ નમઃ૩. ૐૐ હ્રીં શ્રી કલં ઠં, ૐ ઘંટાકર્ણ મહાવીર લક્ષ્મી પૂરય પૂરય સુખ, સૌભાગ્ય કુરુ કુરુ સ્વાહા