HomeGujaratદેવભૂમિ દ્વારકા:પંચાયતની પાણીની લાઈનમાં લીકેજ

દેવભૂમિ દ્વારકા:પંચાયતની પાણીની લાઈનમાં લીકેજ

દેવભૂમિ દ્વારકા જીલ્લાના લાંબાંબંદર ગામના બસ સ્ટેન્ડ નજીક પંચાયતની પાણી લાઇન લીકેજ થતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબાબંદર ગામના બસ સ્ટેન્ડ થી લોહાણા મહાજન વાડી તરફ જતા ચણીયારા પાસે છેલ્લા કેટલાક દિવસોથી પંચાયની પાણી લાઇન લીકેજ હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. લીકેજ પાણી બસ સ્ટેન્ડ ચોકથી હર્ષદ તરફ જતા રોડ પર પણી ફરી વળતાં હોવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકો દ્વારા રજુઆત પણ કરાઇ હોવા છતા પણ પંચાયતની પાણી લીકેજ લાઇન રીપેર કરવામાં ન આવતી હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments